Book Title: Jarnaro Janai che
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 290
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત ૨૩૯ દશામાં પણ જાણનારો જણાય છે તે વાત પછી પણ એમ જ છે. “જાણનારો જણાય છે' તે ચાલુ જ છે. પછી “જાણનારો ન જણાય” એમ કોઈદિ' બને? આબાળ-ગોપાળ સૌને જણાય રહ્યો છે પછી સાધકને સવિકલ્પમાં ન જણાય એ પ્રશ્ન જ કયાં રહ્યો? નિગોદના જીવને પણ જ્ઞાયક જણાય રહ્યો છે. તો પછી સમ્યક્દષ્ટિ જીવની શું વાત કરવી ? ૧૦૨૧ કોઈ તર્ક કરે કે-વર્તમાન જ્ઞાનની પર્યાયમાં બાળ-ગોપાળ સૌને જાણનારો જણાતો જ હોય તો તો કોઈ જીવ અજ્ઞાની રહે જ નહીં. માટે જણાતો જ નથી. જો આત્મા જણાતો હોત તો કોઈ જીવ એકેન્દ્રિય બેઇન્દ્રિય ન રહેત. એકેન્દ્રિય જીવના વર્તમાન વર્તતા પરિણામ તે ચૈતન્યઅનુવિધાયી પરિણામ છે-જે આત્માનું લક્ષણ અનાદિ-અનંત છે. તે ઉપયોગમાં જ્ઞાયક જાણનાર જણાય રહ્યો છે. હવે એમ પ્રશ્ન થાય કે-વર્તમાનપર્યાયમાં જ જ્ઞાયક જાણવામાં આવતો હોત તો તો કોઈ અજ્ઞાની ન હોત, બધા જ જ્ઞાની થઈ જાય! આવો પ્રશ્ન થઈ શકે છે ખરો ! વર્તમાન વર્તતા જ્ઞાનમાં-ક્ષયોપશમમાં જાણવાની ક્રિયા થાય છે. તેમાં જાણવાની શક્તિ પ્રગટ છે. જ્ઞતિ એટલે જાણવાની ક્રિયા. આ ક્રિયામાં જ્ઞાયક પણ પ્રતિભાસે છે અને દેહાદિ પણ તેમાં પ્રતિભાસે છે. એક સમયમાં બે પ્રતિભાસે છેતેવી તેની સ્વચ્છતા છે. હવે પ્રતિભાસે છે તેમાં તે દેહાદિ રાગાદિના પ્રતિભાસને ઉપયોગાત્મક કરી–ટું-પણાની બુદ્ધિ કરે છે અને જ્ઞાયકનો પ્રતિભાસ હોવા છતાં તેને ઉપયોગાત્મક કરતો નથી. અરે ! મને તો જાણનાર જણાય છે એમ તે માનતો નથી. માટે તેને અનુભવ થતો નથી. હવે બીજો કોઈ આત્મા આ પ્રકારે ભેદજ્ઞાન કરે કે હું જેનાથી તન્મય છું તે જ મને જણાય છે અને જેનાથી તન્મય નથી તે જણાતું જ નથી. આ રીતે જ્યારે ઇન્દ્રિયજ્ઞાનનો વ્યાપાર બંધ કરશે ત્યારે તેને જે આત્મા જણાય રહ્યો હતો તે પ્રત્યક્ષ અનુભવમાં આવશે. આ સહેલામાં સહેલો ઉપાય છે. - જ્ઞાની ભેદથી એમ કહે છે કે તને આ (પર) જણાતું નથી પણ તને તારી જ્ઞાનની પર્યાય જણાય છે. કેમ કે ભેદથી સમજાવે છે ત્યારે તે સમજી શકે છે. આ (પ) જણાય ત્યારે આત્મા જણાય છે તેમાં સમજી શકતો નથી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315