________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૮
જાણનારો જણાય છે એને એ (અર્થાત્ કર્તા) જ રહ્યું. આ તો પાણીમાં ડાંગ મારવા જેવું થયું. પાણીમાં ડાંગ મારે તો પણ પાણી કેવી રીતે જુદું પડે? આ વિષય આવી ગયો છે. રાગને કરવું તો મારો સ્વભાવ નથી પરંતુ રાગને જાણવું તે પણ મારો સ્વભાવ નથી. જ્ઞાનીઓ તો જાણે કે નહીં? પહેલાં જ્ઞાની તો થા! પછી વાત કર ને !
જ્ઞાની તો દેવ-ગુરુ-શાસ્ત્રને જાણે છે ને? જ્ઞાની તો રાગને જાણે છે ને? ઊભો રહે તું! તું પહેલાં જ્ઞાની થા પછી પેલી વાત કર. પહેલાં જાણનારને તો જાણી લે! પરને જાણવા રોકાઈશ તો મરી જઈશ. (અજ્ઞાનીએ) એણે જ્ઞાનીના ચાળા પાડ્યા-પોતે જ્ઞાની તો છે નહીં. તે કહે છે જુઓ! જાણેલો પ્રયોજનવાન છે કે નહીં? બાર ગાથામાં લખ્યું છે ને ! તે જ્ઞાનીના ચાળા પાડે છે. બીજાને જાણવા ગયો તો પોતાને જાણવાનું રહી ગયું. ભેદને-પરદ્રવ્યને જાણવા રોકાઈ ગયો. કરવામાંથી છૂટયો પણ તેને જાણવા રોકાઈ ગયો. કરવામાં તો કષાય દેખાય છે અને તેમાં દુ:ખનું વેદન પણ થાય છે. જ્યારે (પરના) જાણપણામાં તો માનસિક શાંતિ રહે છે-તેમાં સંતોષાઈ જાય છે. આ રીતે ક્યાંક ને ક્યાંક સલવાઈ જાય છે.
પ્રગટતા ઉપયોગમાં ક્ષણભર પરને જાણવાનું બંધ કરો. જેથી ઈન્દ્રિયજ્ઞાનનો વ્યાપાર અટકી જશે... અને નવું અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ થઈ આત્માનો અનુભવ કરશે. હવે પાછા તમે સવિકલ્પમાં આવશો ત્યારે ઇન્દ્રિયજ્ઞાન ઊભું થશે. અને તેમાં પર જણાશે. પણ તે હવે મારાપણે નહીં જણાય. સ્વના જ્ઞાતાપૂર્વક પરનો જ્ઞાતા થયો તે વ્યવહાર છે. અને સ્વનો જ્ઞાતા નથી થયો અને પરનો જ્ઞાતા કહે તો તે વ્યવહાર નથી પરંતુ અજ્ઞાન-ભ્રાંતિ છે.
૧૦૨૦
“જાણનાર જણાય છે..... “ જાણનાર જણાય છે તે વાત સાચી છે. જ્ઞાયક જણાય છે એ એનો જે વિચાર છે તે સાચો છે-સમ્યક છે. જો જાણનારો ન જણાતો હોત અને તેવું વિચારે કે “જાણનાર જણાય છે” તો તો તે વિચાર પણ ખોટો ઠરે. પરંતુ જાણનાર જણાય છે તે વિચાર સાચો છે. આગળ જતાં જાણનાર જણાય છે એટલો ભેદ પણ નીકળી જશે. અભેદ અનુભવ પછી સવિકલ્પ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com