________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૬
જાણનારો જણાય છે ૧૦૧૭
જાણનાર છું કરનાર નથી. હું કરનાર નહીં પણ હું પરને જાણું. કેવળી લોકાલોકને જાણે છે અને હું થોડા પદાર્થોને જાણું! જાણવામાં શું દોષ છે? જાણવું તો સ્વભાવ છે. એકેન્દ્રિયથી માંડી અને આજ સુધી તે પરને જાણ્યું. જો પરને જાણવું તારો સ્વભાવ હોય તો આનંદ આવ્યો? તો પછી પરને જાણવું તે સ્વભાવ ક્યાં રહ્યો ? આ ન્યાય છે.
અજ્ઞાન પરિણતી ક્ષણભર પરને જાણવાનું બંધ કરતી નથી. જો તે પરને ન જાણે તો તે જાણનારને જાણે. પરને જાણવાનું બંધ કર તો સ્વમાં આવી જઈશ. એ પરસમ્મુખ (જ્ઞાન) હશે ત્યાં સુધી સ્વ જણાતો હોવા છતાં નહીં જણાય. એ હવે સ્વસમ્મુખ થતાં પર જણાતું હોવા છતાં પણ નહીં જણાય. આમ છે (ઉપયોગ પર તરફ છે) તેને બદલે આમ (સ્વને) જાણ ને!
(જીવોને) કરવું તો કષાય-દુઃખ લાગે છે... પરંતુ પરને જાણવું તે દુઃખ નથી લાગતું. તેમાં સુખાભાસ લાગે છે. તેને એમ લાગે છે કે, હું તો જાણવામાં આવી ગયો. થાય છે તેને હું જાણું છું.
કોઈ વસ્તુ સ્વભાવને છોડે ? ન છોડ. તો જ્ઞાનનો પર્યાય પોતાના સ્વભાવને જાણવાનું ન છોડે તે જ જ્ઞાન સાચું છે. પોતાના સ્વભાવને જાણવાનું છોડીને.. જે પોતાનું નથી તેને જાણવા જાય તેને કોણ જ્ઞાન કહે? તે અજ્ઞાન-મિથ્યાત્વ છે.
એકેન્દ્રિયથી આજ સુધી તેણે પરને જાણ્યું. હવે જો પરને જાણવું સ્વભાવ હોય તો-અતીન્દ્રિય આનંદ આવ્યો ? આનંદ આવવો જોઈએ, આ ન્યાયની વાત છે. જો આનંદ આવ્યો નથી તો પરને જાણવું તે વિભાવ છે; સ્વભાવ નથી. જ્યાં પોતાના જ્ઞાનમાં આત્મા જણાયો ત્યાં આનંદ આવ્યો તેથી તે જાણવું સ્વભાવ છે. આ બેરોમીટર છે-આમાં ફેંસલો છે. ભલભલા આમાં ગોથું ખાય છે. અગિયાર અંગના પાઠીની આ ભૂલ છે. જો તમે પરને જાણવું તે જ્ઞાનનો સ્વભાવ માનો તો કદી પરથી વિમુખ નહીં થાવ.
૧૦૧૮ કાં તો પોતાના મેળે સમજે-આત્માને સેવે અને કાં તો જેણે આત્મા જાણો હોય તેની પાસેથી સમજે-પામે. આમ નિસર્ગજ અને અધિગમ એવાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com