________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૨૩૫ તે ઇન્દ્રિયજ્ઞાનનો સ્વભાવ છે. નિશ્ચયનયે જ્ઞાન પર્યાયનો સ્વભાવ જ્ઞાયકને અભેદપણે જાણવું તે છે. નિશ્ચય પ્રગટ થયા પછી જ્ઞાનની પર્યાયમાં પર જણાય તે વ્યવહાર છે. નિશ્ચયથી જ્ઞાનપર્યાયનો સ્વભાવ અભેદપણે આત્માને જાણવાનો છે. કેમ કે અભેદને જાણતાં આનંદ આવે છે. હવે જો પરને જાણતાં આનંદ આવ્યો હોત તો તમે પરને જાણ કરો ! પણ તેમાં આનંદ આવતો નથી. તેમાં ઉપયોગ બહાર લોટે છે. શયથી શેયાન્તર શેયથી જ્ઞયાન્તર થયા જ કરે છે. પર્યાયને જાણતાં સુખ નહીં મળે.
તારો અભિપ્રાય છે કે-કરવું નહીં પરંતુ પરને જાણવું તે જ્ઞાનનો સ્વભાવ છે. કેવળી ભગવાન પણ લોકાલોકને જાણે છે-સ્વપર પ્રકાશક જ્ઞાનનો સ્વભાવ છે.. તો પરને જાણવામાં દોષ શું છે? હવે મારો પ્રશ્ન છે કે પરને જાણવામાં તે અનંતકાળ કાઢ્યો... તને આનંદ અને સુખ આવ્યાં? જો આનંદ નથી આવતો તો તે જ્ઞાનનો સ્વભાવ નથી–વિભાવ છે. એક વાર જ્ઞાન આત્માને જાણે તો આનંદ આવ્યા વિના રહે નહીં. માટે પોતાના અભેદને જાણવું તે જ્ઞાનનો સ્વભાવ છેભેદને જાણવું એ પણ જ્ઞાનનો સ્વભાવ નથી.
અરે! અનુભવ પછી પણ જો ભેદને જાણશે તે શ્રેણી નહીં આવે-તે પણ વિભાવ છે. આ વાત અત્યારથી સમજી લેજો. એક વખત અનુભવ થઈ ગયો પછી બહાર નીકળે.. પછી ભેદ જણાયા કરશે તોપણ શ્રેણી નહીં આવે. અત્યારથી નક્કી કરો કે-સમ્યફદર્શન થયા પછી પણ મારે ભેદને જાણવું નથી. એક અભેદને જાણવું છે બસ બીજું કાંઈ નહીં. અત્યારથી આ નિર્ણય કરી લેવો.
જે રીતે અભેદને જાણતાં સમ્યક્દર્શન થયું તે જ રીતે અભેદને જાણતાં ચારિત્ર થાય છે. ભેદને જાણતા કોઈ દિ' ચારિત્ર થાય? સમ્યક્દર્શન ભલે રહે પણ ચારિત્ર ન થાય. જે સમ્યકદર્શન પ્રગટ કરવાની રીત છે તે જ ચારિત્ર પ્રગટ કરવાની રીત છે.
૧૦૧૬ અનુભૂતિ કરવી નથી.. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાય રહ્યો છે. “જાણનાર જણાય રહ્યો છે તેનો સ્વીકાર કરવાનો છે. તેમાં સહજ જ અનુભૂતિ પ્રગટ થઈ જાય છે. અનુભૂતિ કરવી છે તો કરવું તે સ્વભાવ જ નથી કેમ કે આત્મા અકર્તા છે ને?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com