________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes
પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૨૩૩
નથી. ( આ રીતે ) · જાણનારો જ જણાય છે.' તેમાં અનુભવ થાય છે. અનુભવ કરતો નથી અનુભવ સહજ થઈ જાય છે. લાવ અનુભવ કરું તો અનુભવ થાય? દ્રવ્ય ઉપર નજર કરતાં અનુભવ સહજ થઈ જાય છે. અનુભવ વિના ધર્મની શરૂઆત નથી.
૧૦૧૧
અનુભવકાળે તો પ૨ જણાતું જ નથી પરંતુ અનુમાનમાં પણ..., અનુમાનમાં આત્માને સ્થાપી દે જ્ઞાયક જણાય છે – ‘જાણનાર જણાય છે.' પછી કહે છે કે એટલો ભેદ છે. જ્ઞાનમાં આત્મા જણાય છે તેટલો વિકલ્પ પણ જૂઠો છે. તે તો શુદ્ધ વસ્તુમાત્ર છે આવો અનુભવ સમ્યક્ છે. અનુભવ પછી સમ્યક્ નામ પડયું. જ્યારે અનુમાન હતું ત્યારે સમ્યક્ નામ નથી પડયું. સમ્યક્ સન્મુખવાળાને સમ્યક્ થવાનો અવકાશ છે. હવે જેના જ્ઞાનમાં એમ આવે કે આ (૫૨) જણાય છે.. આ (૫૨) જણાય છે તેને કહે છે કેઃ તારા પરોક્ષજ્ઞાનમાં તને આત્મા જણાતો નથી તો પ્રત્યક્ષ કયાંથી થાય ? અનુમાનમાં તો આત્મા લે ! અનુભવ પછી થશે જ. આ કરણલબ્ધિવાળા જીવની સંધિની નજીકની ભૂમિકા છે. જેના દ્વારા આ પદાર્થ જણાય તેના દ્વારા જ્ઞાની (આત્મા ) કેમ ન જણાય ? જેના દ્વારા પ્રકાશ દેખાય છે તેના દ્વારા દીપક નથી દેખાતો? જ્ઞાનની પર્યાય જણાય છે અને જ્ઞાયક નથી જણાતો ?
૧૦૧૨
જણાય છે તો જ્ઞાનમાં જ્ઞાયક અને રાગ તો અન્ય છે. હવે એ જ્ઞાનમાં એમ જણાય છે કે – રાગને હું કરું છું! એ જ્ઞાનમાં એમ જણાય છે કે રાગને જાણું છું જ્ઞાનમાં હજુ એમ ક્યાં લાગે છે કે મને જ્ઞાયક જણાય છે તો તો નિશ્ચયના પક્ષમાં આવી ગયો. રાગને કરતોય નથી રાગને જાણતોય નથી.. જાણનાર જણાય છે' તો તો તે (નિશ્ચયના) પક્ષમાં આવી ગયો. પક્ષમાં આવે તેને પક્ષાતિક્રાંત થવાનો અવકાશ છે.
૧૦૧૩
તારે આત્માને મેળવવો હોય તો આત્મા આત્માને જાણે છે એ સિદ્ધાંતમાં આવી જા ને ! લાંબીટૂંકી વાતને છોડી દે. આ વાતમાં, આ વિચારમાં, આ ભાવમાં જ સાધ્યની સિદ્ધિ છે તેવો નિર્ણય કર. અનુભવ પછી થશે. હું પરને જાણું છું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com