________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩ર
જાણનારો જણાય છે સમ્યકજ્ઞાનનું શેય કોઈ પણ અવસ્થામાં ફરતું નથી. શીલવાન સ્ત્રીનાં હૃદયમાં પતિ જ હોય છે, પતિનો જ વાસ હોય છે. પછી તે ભલે તે ગમે ત્યાં હોય. આમ તો સવિકલ્પ દશાની વાત વિચિત્ર પ્રકારની છે. તેને સમજવું ઘણું કઠિન છે.
હે! ભવ્ય ! સાવધાન થઈને સાંભળ!! તે અનંત-અનંતકાળથી આ વાત સમજી નથી.
૧૦૦૯ “જાણનાર જણાય છે તેવું અંદરથી જોર આવવું જોઈએ. પર જણાતું નથી એ જાણનાર જણાય છે તે અંદરથી જોર આવે છે. પૂ. ગુરુદેવ ફરમાવતા કે જ્યારે સમુદ્રમાં ભરતીનો કાળ આવે છે ત્યારે ગમે તેવા તડકા પડતા હોય, ૧૨૦ ડિગ્રીનો તાપ પડતો હોય તોપણ ભરતી આવે જ છે. (સમુદ્ર) મધ્યબિંદુમાંથી ઊછળે છે ત્યારે ભરતી આવે છે. તેમ જાણનાર જણાય છે' (તેવો ભાવ) મધ્યબિંદુમાંથી ઊછળે છે ત્યારે ભરતી આવે છે. તે વખતે શાસ્ત્રનું લક્ષ નથી હોતું. જાણનાર જણાય છે તેમાં અનુભવ થાય છે.
લીંબુડા ગયા 'તા ત્યારે (ભક્તિમાં) બોલેલા-જાણનાર જણાય છે તેમાં અનુભવ લીધો રે. (શ્રોતા)
“જાણનાર જણાય છે” તેમાં અનુભવ થાય છે તે સમષ્ટિગત વાત છે. જ્યારે “જાણનાર જણાય છે તેમાં અનુભવ લીધો તે વ્યક્તિગત વાત છે.
આ સર્વજ્ઞ ભગવાને કહેલી – દિવ્યધ્વનિમાં આવેલી, સંતોએ અનુભવેલી આ વાત છે.
જાણનાર જણાય છે તેમાં અનુભવ થાય છે, પર જણાય છે તેમાં અનુભવ થતો નથી. પરનો કર્તા તો છે જ નહીં, પરંતુ વ્યવહારથી) પરનો જ્ઞાતા છે.
જાણનાર જણાય છે પર જણાતું નથી” તેમાં ઉપયોગ અભિમુખ થાય છે. જ્ઞાયક પરને જાણતો જ નથી તે વજૂ જેવી વાત છે. જેવી રીતે ૩૨૦ ગાથાએ કૉંબુદ્ધિના ભુક્કા ઉડાડ્યા તેવી રીતે સેટિકાની ગાથાએ પરને જાણવાનાજ્ઞાતાબુદ્ધિના ભુક્કા ઉડાડયા.
૧૦૧૦ જાણનાર છું કરનાર નથી. “જાણનારો જે જણાય છે.' (તેથી) હું પરને જાણતો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com