________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩)
જાણનારો જણાય છે છે. બસ બીજું કાંઈ નહીં. એવી માછલી હોય છે, એમાં સ્વાતિ નક્ષત્રનું પાણી પડે તો પેટમાં મોટી થઈ જાય. આમાં સમ્યકદર્શનરૂપી રતન પાકે એવું છે. “જાણનાર જણાય છે, ખરેખર પર જણાતું નથી.”
૧૦૦૧ પ્રથમથી જ “જાણનાર જણાય છે.” પ્રથમથી જ પર જણાતું નથી. ભૂતકાળમાં પર જણાતું ન હૂતું તે પ્રતિક્રમણ. વર્તમાનમાં જ્ઞાન જણાય છે, શય જણાયું નહીં. વર્તમાનમાં “ જાણનાર જ જણાય છે” શેય જણાયું નહીં તે આલોચના અને ભવિષ્યમાં જ્ઞાન જ જણાશે ય જણાશે નહીં તે પ્રત્યાખ્યાન.
૧૦૦૨ આદિ, મધ્ય, અંતમાં “જાણનારો જણાય છે.”
૧૦૦૩
ઉત્તમ ક્ષમામાં ન રહેતો ક્રોધ આવે. ક્ષમાભાવ છૂટે તો ક્રોધ આવે. શુભભાવરૂપ ક્ષમામાં રાગ નથી. ક્ષમાનાં બે પ્રકાર. શુભભાવરૂપ ક્ષમા અને વ્યવહાર ક્ષમા. ક્ષમા પ્રત્યે રાગ નથી, તેમ જ ક્રોધ પ્રત્યે દ્વેષ નથી. અટપટી વાત છે. પસીનો આવી જાય; સાધકને સમજાય અને સાધક થવાનો છે તેને પણ ખ્યાલ આવી જાય. સાધકની સન્મુખ છે તેને આવું મારું સ્વરૂપ અંદર છે તેમ બેસે “હું” આવે. કેમકે તે જ્ઞાતાના પક્ષમાં આવી ગયો છે. એટલા માટે સમ્યકત્વની સન્મુખ થઈ ગયો. જ્ઞાતનાં પક્ષવાળાને અને સાક્ષાત જ્ઞાતા થાય તેને સમજાય. બાકી ન સમજાય. “જાણનારો જણાય છે” પછી ક્રોધ પ્રત્યે દ્વેષ કયાંથી આવે? જાણનારપણે જાણનારને જાણે છે તેને ક્રોધ ને જાણતા દ્વેષ આવે તો તેણે જાણનારને જાણ્યો નથી. સ્વપર પ્રકાશક છે. એટલે ક્રોધ પ્રત્યે દ્વેષ નથી આવતો. પર પ્રકાશમાં વૈષ આવી જાય છે. સાધકના સવિકલ્પ દશાના અપર પ્રકાશકમાં રાગ દ્વેષ થાય છે પણ રાગ પ્રત્યે રાગ નથી ને દ્વેષ પ્રત્યે દ્વષ નથી.
૧૦૦૪ સમ્યકદર્શન થતાં ભલે વાર લાગે, પણ ઢીલોય પડતો નથી ! વિકલ્પાત્મક દશામાં પણ નિર્ણય કરતો નથી કેઃ “હું પરને જાણતો નથી, જાણનાર જણાય
છે.”
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com