________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૮
જાણનારો જણાય છે. માટે જ્ઞાન છે. આ ફંકશન અનાદિથી બગડ્યું નથી, ચાલુ છે.
૯૮૭ “જાણનારો જણાય છે તેમાં ઇન્દ્રિયજ્ઞાન શિથિલ થઈ જાય છે. પર જણાય છે તેમાં ઈન્દ્રિયજ્ઞાન બળવાન થઈ જાય છે.
૯૮૮ હું પરને જાણું છું તેવા અભિપ્રાયમાં મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન, મિથ્યાચારિત્ર થાય છે. અને “જાણનાર જણાય છે” મને એવા શ્રદ્ધા-જ્ઞાનમાં આવતાં સમ્યક્દર્શન થાય છે.
૯૮૯ ચેતનામાં ચેતન જણાય છે, માટે તો અનુમાન જ્ઞાનમાં આવી રહ્યો છે. ખરેખર જાણનાર, જાણનાર જ છે; જાણનારને જ જાણ્યા કરે છે, અને જાણનાર જ જણાયા કરે છે.
૯૯૦ જાણનાર જણાય છે” એમ સમજાવવા માટે કહેવું પડે છે. બાકી તો “હું જાણનાર છું.”
૯૯૧ સ્વપર પ્રકાશકપણું ન હોત તો શેયોનો પ્રતિભાસ ન થાત. અને સ્વ પ્રકાશકપણું ન હોત તો જાણનારો ન જણાત. બન્ને ધર્મો છે, તેવો એક “જાણનારો જણાય છે.”
૯૯૨ હું જાણનાર છે તેમ જાણવું તે જ જ્ઞાનનો સ્વભાવ છે. પ્રયોગમાં તો “હું જાણનાર છું” તે જ પ્રયોગ છે. “જાણનારો જણાય છે” તે પ્રયોગ નથી. પોતે પોતાને જાણે છે, અને હું જાણનાર છું આમાં રહસ્ય છે.
૯૯૩ “જાણનારો જણાય છે તે પર્યાયથી રહિત પણ છે અને “જાણનારો જણાય છે” તે પર્યાયથી સહિત પણ છે.
૯૯૪ “માત્ર જાણનારને જ જાણું છું; માત્ર જાણનાર જ જણાય છે.” અને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com