________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૨૨૭ દ્રવ્ય જણાય છે; અને તમને પર્યાય જણાય છે?
સમાધાન: “હા.” કેમકે; કઈ પર્યાયમાં જ્ઞાન સ્વભાવી આત્મા જણાશે? જે પર્યાય બળવાન હોય, નિરપેક્ષ હોય તે પર્યાય એમ જાણે છે કે “જાણનાર જણાય છે.” જે પરિણામ આત્માને જાણે તે પરિણામમાં કેટલી તાકાત હોય. જે નિરપેક્ષ છે. શક્તિશાળી છે, તેમાં આત્મા જણાય છે. તે પર્યાયને આત્માની અપેક્ષા લાગુ પડે છે.
જે પર્યાયમાં આત્મા કરનાર લાગે છે, તે પર્યાયમાં આત્મ-દ્રવ્ય કયાંથી જણાય !? તો પર્યાયમાં કરનાર દેખાશે, જાણનાર કયાંથી જણાય!
૯૮૦
“જાણનારો જણાય છે” તેની અજાણતાં પણ આરાધના કરીને તો તેનાં ફળમાં અતીન્દ્રિય સુખ પ્રાપ્ત થવાનું.
૯૮૧ જાણનાર મને જણાય છે”, તેમ જ્ઞાનમાં જણાય છે; જો એમ ન જણાય તો અનુભવની સિદ્ધિ જ થતી નથી.
- ૯૮૨ જ્ઞાનીનો જન્મ ભેદજ્ઞાનનો મંત્ર આપવા માટે થાય છે ભેદજ્ઞાનનો મંત્ર “જાણનારો જણાય છે.”
૯૮૩ અકર્તા છે માટે તો જાણનાર જણાય છે ત્રણલોકમાં આનાથી ઉત્તમ કોઈ વાત નથી.
૯૮૪ “જાણનાર જણાય છે” એમ કરીને બેસી ગયા તો ત્રણે મુનિરાજને કેવળજ્ઞાન થઈ ગયું. અને અમો સમવસરણમાં આવ્યા તો અમને ઇન્દ્રિયજ્ઞાન ઉત્પન્ન થયું.
૯૮૫
“થવા યોગ્ય થાય છે” , “હું તો જાણનાર છું તો જાણનારો જણાય ગયો.”
૯૮૬ જાણનારને જાણે છે માટે એનું નામ જ્ઞાન છે. “જાણનારો જ જણાય છે”
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com