________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૫
પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૯૬૯ મને મારો શેય સ્વરૂપ જાણનાર જ જણાય રહ્યો છે એવું શ્રદ્ધાન જ્ઞાન તે જ આનંદમયી મુક્તિમાર્ગ છે.
૯૭૦ જાણનારો જણાય છે તે કર્તા, અને જાણનારો જણાય છે તે જ કર્મ છે. અને ક્રિયા પણ તે જ છે, તેમાં ભેદ નથી.
૯૭૧ નયને જાણી તેનું કર્તુત્વ છોડીને અને તેનું જ્ઞાન પણ છોડીને સમકિત થાય છે. ઉપાદાન પણે તો નહીં પણ નિમિત્તપણે પણ પુણ્ય ને કરતો નથી સૂક્ષ્મ વાત છે.
“થવા યોગ્ય થાય છે, જાણનારને જાણનારપણે જાણે છે. પણ જાણનારને હવે પુણ્યના કરનારપણે હવે જાણતો નથી. જાણનારને જાણનારપણે જાણીને, જાણનારપણે પરિણમે છે. પુણ્યના જાણનારપણે પરિણમે છે, જાણનાર જાણનારને જાણતાં એમ જાણે છે કે “પુણ્ય થવા યોગ્ય થાય છે.” થવા યોગ્ય અને કરનાર એમાં માલ ભર્યો છે. પુણ્ય ન થવા યોગ્ય છે તેમ નથી, અને હું કર્તા છું તેમ પણ નથી. પુરુષાર્થ તો સમ્યક એકાંતનો છે. કર્તાબુદ્ધિ થાય નહીં ને જણાયા વગર રહે નહીં. જેણે જાણનારને જાણનારપણે જાણો તેને પુણ્યનો હું કરનાર તેમ જાણતો નથી.
૯૭૨ જાણનાર જણાય છે” તેમાં “જણાય છે તે અપરિણામી. અને જાણે છે તે પરિણામી આત્મા છે.
૯૭૩ જે જ્ઞાનમાં એકલું પરય પ્રતીત થાય તે જ્ઞાન નથી પણ જ્ઞય છે. “ જાણનાર જણાય છે તેમાં આવી જા ને !! જાણનારો તે પણ આત્મા, જણાયો પણ આત્મા.
૯૭૪ જાણનારો માટે પોતે જ કર્તા, જણાયો માટે પોતે જ કર્મ. જે સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં જણાયો તે તો તેજ છે. શેયાકાર અવસ્થામાં પણ જણાયા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com