________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૨૨૩
૯૫૯
જાણનારપણે જણાયો! આહાહા! જાણનારપણે જણાયો તે સ્વરૂપ પ્રકાશનની, સ્વરૂપને જાણવાની અવસ્થામાં પણ; પણ કહ્યું ! પણ... પ્રતિમા જણાય છે ત્યારે “જાણનાર જણાય છે.” એમ જ્યારે ઉપયોગ નિર્વિકલ્પ ધ્યાનમાં જાય છે ત્યારે પણ જાણનાર જણાય છે. ત્યારે બીજું કાંઈ જણાતું નથી. એ તો નિર્વિકલ્પ ધ્યાનમાં જાય ત્યારે જાણનાર જણાય અને નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવે ત્યારે પર જણાય? પર જણાય છે ત્યારે જાણનાર જણાય? કેઃ “ના”, એ વખતે જાણનાર ન જણાય. જાણનાર જણાતો નથી ને, અને પરની પ્રતીતિ કરે છે તો અજ્ઞાન થઈ ગયું. અહીં તો અજ્ઞાન કેમ ટળે તેની વાત ચાલે છે. અજ્ઞાન સિદ્ધ નથી કરવું જ્ઞાન સિદ્ધ કરવું છે.
૯૬૦
દીવો ઘટપટને પ્રસિદ્ધ કરે ત્યારે પણ દીવો છે. અને ઘટપટને પ્રસિદ્ધ ન કરે ત્યારે પણ દીવો છે. ઘટપટને પ્રસિદ્ધ કરે તો દીવો, એવી પરાધીનતા દીવાને છે નહીં. પરને જાણે છે માટે જાણનાર છે તેમ છે નહીં. જાણનાર તો પોતાથી છે. જ્ઞયથી નિરપેક્ષ છે. જીવતત્ત્વ તે સાપેક્ષ પર્યાયથી પણ નિરપેક્ષ છે. આહાહા ! આ તો અંદર અંદરમાં “જાણનાર જણાય છે.” “જાણનાર જણાય છે.”
જાણનારો જાણનારપણે જણાય છે. જાણનારો શુભાશુભ ભાવનો કરનારો છે તેમ તો જણાતું જ નથી. “એ તો જાણનારપણે જણાય છે. જેમ પરશેય જણાવ કે ન જણાવ હું તો મારાથી જ્ઞાયક છું. આહાહા! શય થી નિરપેક્ષ મારું અસ્તિત્વ જ્ઞાયકપણે રહેલ છે. અનાદિ અનંત એ જાણનારપણે જણાયો. તે દીવાની માફક ઘટપટ આદિની અવસ્થાને પ્રકાશિત કરવામાં પણ દીપક જ છે. આદિ, મધ્ય, અંતમાં દીપક જ છે.
૯૬૧
આ માર્મિક વાત છે. ઝાઝા પદાર્થોને દીવો પ્રકાશે તો દીવાનો પ્રકાશ વધી જાય અને બધા વયા જાય ત્યારે લાઈટ ઘટી જાય એમ છે નહીં. આ માર્મિક વાત છે હોં! અરે! જ્ઞાન તો જ્ઞાનથી જ છે. જ્ઞાન શૈયથી નથી. જ્ઞાયક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com