________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૪
જાણનારો જણાય છે જ્યારે જ્ઞાનમાં જણાય છે ત્યારે જાણનારો પોતે જણાયો તેથી પોતે કર્તા બન્યો. અને જણાયો પોતે માટે પોતે કર્મ બન્યું. પોતે જાણનારો માટે પોતે કર્તા, પોતાને જાણ્યો, પણ પ્રતિમાને જાણી નહીં, પોતાને જાણ્યો માટે પોતે જ કર્મ. આત્મા કર્તા અને આત્માને જાણનારી જ્ઞાનની પર્યાય કર્મ તેમ નહીં. જાણનાર થયો માટે પોતે જ કર્તા.
૯૬૨ અનાદિથી ઉપયોગ પ્રગટ થાય છે. તેમાં હું રસને જાણું છું તો અજ્ઞાન થઈ ગયું. એ ઉપયોગમાં “જાણનારો જણાય છે” અને “જાણનાર છું” તેમ અનુભવે છે તો અતીન્દ્રિય જ્ઞાન થઈ ગયું. તારા હાથમાં છે જ્ઞાન પ્રગટ કરવું કે અજ્ઞાન પ્રગટ કરવું.
૯૬૩ જાણનારો જણાય છે ને ખરેખર પર જણાતું નથી” તેમાં સકલ દોષનો પરિહાર થઈને અનુભવ થાય છે.
૯૬૪ “જાણનારો જણાય છે પર જણાતું નથી આ જ અનુભવની કળા છે.
૯૬૫ જાણનારો જ જણાય છે” હું જાણનાર જ છું” આ જ્ઞાયકથી તન્મય થયેલું જ્ઞાન છે. અને જાણનાર થઈને જાણનારને જાણે છે.
૯૬૬ “જાણનાર જણાય છે” એ જ વાત પહેલાં સાચી લાગતી નથી તો પછી જાણનારનું શ્રદ્ધાન કયાંથી થાય !?
૯૬૭
“જાણનારો જણાય છે પર જણાતું નથી, તેમાં જ ભેદજ્ઞાન થાય છે આમાં ભેદજ્ઞાનની વિધિ છે.
૯૬૮ હું જાણનાર છું, જાણનાર મને જણાય છે, એટલું મારું કાર્ય છે. એ.. જાણનાર આત્માને જાણનારપણે જાણે એ જ મારો પુરુષાર્થ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com