________________
૨૨૬
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાણનારો જણાય છે જ કરે છે, તેથી જાણેલાનું શ્રદ્ધાનું ચાલુ જ રહ્યા કરે છે. રાગ જણાતો નથી તેથી રાગ કર્મ પણ બનતો નથી. જો રાગ જણાય તો રાગ કર્મ થઈ જાય તો અજ્ઞાન થઈ જાય. તેથી સવિકલ્પ દશામાં સાધકોને સંવર નિર્જરા ચાલુ જ રહે છે.
૯૭૫ અનુભવના કાળમાં જે જાણવામાં આવ્યો છે તો તે જ છે.” તેમાં “તે” “તે” શબ્દ બે વખત ટીકામાં છે.
અનુભવના કાળમાં જે જાણનારો જણાયો તે જાણનારપણે જ જણાય છે. બીજા રૂપે, પર રૂપે જણાતો જ નથી. સવિકલ્પ દશામાં બીજું જણાય તો આત્મા ત્યારે બીજાનો જાણનાર થઈ ગયો તેમ નથી (તે તો તે જ છે.).
૯૭૬
એક વખત જાણનારો જણાય છે પછી તેની સ્વચ્છતામાં ફેર દેખાતો નથી. નિમિત્તના સંયોગથી ઉપાદાનમાં કાંઈ ફેર દેખાતો નથી. તેનો તે જ રહે છે, માટે તેનો તે જ જણાય છે.
જે જ્ઞાન જ્ઞાયકને જાણે છે તે જ્ઞાન જ્ઞાયકને જ જાણે છે. જ્ઞાન ફરતું નથી, કેમ? કેમકે જ્ઞાયક ફરતો નથી. જ્ઞાનમાં તેનો વિષય ફરતો નથી માટે જ્ઞાન ફરતું નથી. જ્ઞયો ફરે છે, યો ભલે ફરે છતાં જ્ઞાન ફરતું નથી.
૯૭૭ બીજો જણાય છે એમ જણાય તો લક્ષ જ્ઞાયક પર ન રહ્યું પરંતુ લક્ષ પર્યાય પર જાય છે, તો જ્ઞાયક જણાતો નથી.
હવે બીજો જણાતો જ નથી. સીધી ના કહી. જાણનાર પોતે જ જણાય છે, તેમાં બીજો નથી માટે રાગ જણાતો નથી.
૯૭૮ જણાય રહ્યો છે તે જાણનાર જ છે. “જાણનારો જણાય છે.” જણાય છે તેથી સહેજે જણાય છે. “જે જેનું હોય તે તે જ હોય.”
૯૭૯ પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવ્યું કે: “સૌને જ્ઞાન જણાય છે.” જિજ્ઞાસાઃ તમને તમારા જ્ઞાનમાં જ્ઞાન સ્વરૂપ ભગવાન જણાય છે અર્થાત્
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com