________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes જાણનારો જણાય છે
૨૩૪
તે વાત હવે છોડી દે. પ્રમાણના પક્ષનો વિકલ્પ પણ કોને છૂટે? હું ૫૨ને જાણું છું (તેમાં તો પ્રમાણમાં પણ હજુ નથી આવ્યો.) તેને વિકલ્પ છૂટે? ટૂંકમાં આત્માને જાણવો હોય તો આમાં આવી જા ને ! ‘જાણનારો જણાય છે' બીજું જણાતું નથી તેમાં આવી જા ને! આ એક વાક્ય સોનેરી છે.
સેટિકાની ગાથાનો એક જ ધ્વનિ છે જ્ઞાયક જ જણાય છે, બીજું કાંઈ જણાતું જ નથી તોપણ એકેન્દ્રિયથી માંડીને આજ સુધી તેને કદી શુદ્ધાત્મા જ્ઞેય થયો જ નથી. પોતે પોતાને જાણે છે એમાં આવી જા ને! તેણે એમ ન કહ્યું કે તે ભેદ છે. જે પોતે પોતાને જાણે છે એમાં આવે છે એને એટલો ભેદ નીકળી જશે. મૂળ વાત છે આ વાત ઉપર ધ્યાન ખેંચાય તો કામ થાય. ૩૨૦ ગાથામાં નિર્જરાને જાણે છે તે વાત આવી (તે વાત જ્ઞાની થયા પછીની છે.) જ્ઞાની થવું હોય તો? પોતે પોતાને જાણે છે તેમાં આવી જા! સમ્યક્દર્શન થયા પછી શું? એ જુદી વાત છે. નિશ્ચયપૂર્વક વ્યવહાર પ્રગટે તે જુદી વાત છે.
૧૦૧૪
જિજ્ઞાસા - અનુભવ પહેલાં શું લેવું?
સમાધાન - અનુભવ પહેલાં એમ જ છૂટવું કે મને જ્ઞાયક જણાય છે... હું જ્ઞાયક જ છું... કેમ કે પર્યાય દ્રવ્યનું અવલંબન લ્યે છે ત્યારે દષ્ટિપૂર્વક જ્ઞાન થાય જ તે પરિણામી દ્રવ્યને જાણે છે. શુદ્ધોપયોગ પહેલાં તો એમ લેવું કે હું જ્ઞાયક જ છું.
કળશટીકા કળશ-૮ માં આવે છે જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે મને ‘જાણનાર જણાય છે'... હું તો જાણનાર જ છું. હું જ્ઞાયક છું તેમ મને જાણવામાં આવે છે. હું શુદ્ધાત્મા છું... હું અભેદ તત્ત્વ છું. હું સામાન્ય તત્ત્વ છું. તેમ જ્ઞાનમાં લેવું. સામાન્ય પડખાંને (લક્ષમાં) લ્યે છે તો વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ અનુભવ થાય છે. હવે પ્રથમથી જ જ્ઞાનના વિષયને લ્યો તો ધ્યેય ખોટું છે. કારણ કે તે જ્ઞેયનું પડખું છે.
-
૧૦૧૫
હવે એમ લાગે છે કે કાંઠે આવી ગયા છો. હું ૫૨ને જાણતો જ નથી. ‘ જાણનાર જણાય છે' તે વાત બેસી ગઈ તો કાંઠે જ છો. કેમ કે પરને જાણતાં અનંતકાળ ગયો.. તેમાં આનંદ આવ્યો નહીં માટે પ૨ને જાણવું (લક્ષ કરીને )
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com