________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૨૧૯ છે. છે તો આત્માના ઘરની વાત આ.
૯૫૦
જાણનારો અનુભવમાં આવે છે તે હું છું. “આ જાણનારો જે જણાય છે'', જાણનારો એટલે જ્ઞાયકભાવ જણાય રહ્યો છે તે હું છું. આહાહા ! મને ય જણાતું નથી. મને જાણનારો જણાય રહ્યો છે. આ યો મારા એમ હું કેમ કહું? કઈ જીભે કહું? મને જણાતા જ નથી ને? જણાય તો એ મારા એમ કહું ને? આ છેલ્લી સુપ્રિમ કોર્ટની વાત છે. આ અનુભવની કળાની વાત છે. જરા લક્ષમાં લેવા જેવી છે. ઇન્દુભાઈ ! મોરબીનાં મહાભાગ્યની વાત છે. આવી વાત અહીંઆ નીકળે છે.
હવે એક વખત તું તારા ભમતા ઉપયોગને સંકેલીને! એ ઉપયોગમાં જ્ઞાયક જણાય છે તેમાં આવી જા! તારા ભમતા ફરતા ઉપયોગને આત્મ સન્મુખ કર. પરમાં પ્રતીતિ કરનારો જે ઉપયોગ એને બંધ કરી દે! અને જે ઉપયોગ જેનો છે તેને તેમાં વાળીને જો તો જાણનારો જણાય છે એવાં દર્શન તને પ્રત્યક્ષ થશે. કોલકરાર; અનુભવ થઈ જાય એવી વાત છે. “આ જાણનારો અનુભવમાં આવે છે તે હું છું.”
ગુરુદેવ મારા છે એમાં મારાપણું ક્યારે થાય? એ જણાય મારા જ્ઞાનમાં તો ને? આહાહા! મને તો જાણનારો જણાય છે તો પર પદાર્થ મને જણાતા નથી તો એ મોહ ટળી જાય અને નિર્મોહ દશા પ્રગટ થાય.
૯૫૧
શેયાકાર અવસ્થામાં એટલે શયો જ્ઞાનમાં જણાય છે. એવી જ્ઞાનની અવસ્થામાં પણ જ્ઞાયકપણે જણાયો; જાણનારપણે જણાયો; શું કહ્યું? આ જ્ઞયપણે જણાયો એમ નહીં, શયનો જાણનારપણે જણાયો એમ પણ નહીં. ઝીણી વાત છે. ભગવાનની પ્રતિમા જણાય છે જે સમયે જ્ઞાનમાં; mયાકાર અવસ્થામાં જ્ઞયોને જાણવાની અવસ્થાનો કાળ છે તે સમયે, તે શેયને જ્ઞાન જાણે છે? જ્ઞય જેમાં જણાય છે તેવો આત્મા જણાય છે? કે જાણનારપણે જણાય છે?
જુઓ પ્રતિમાજી ઉપરથી લક્ષ છૂટે છે. પ્રતિમાને પ્રસિદ્ધ કરનારું ઇન્દ્રિયજ્ઞાન એ હવે અલોપ થાય છે. વાહ! ઇન્દ્રિયજ્ઞાન રોકાઈ જાય છે. “મને જાણનાર જણાય છે.” એમાં જ્યાં આવ્યો! જાણનારો જણાય છે કયારે ? જ્યારે જ્ઞયો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com