________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૧૯૭ એને “જાણનાર જણાય છે” એવું જોર છે ને ?! એ જોરથી ભેદ છૂટી જશે. “જ્ઞાન જ જણાય છે !” આમાં આવે તે કામ પૂરું કરીને જ જાય છે.
૮૮૬ દિગમ્બર સંતોની વાત અલૌકિક છે. “ધર્માસ્તિકાય મને જણાય છે” તે જાણનારો જણાય છે તે સ્વભાવ ચૂકી ગયો. તો કામ ક્યાંથી થાય? કરવાનો તો સ્વભાવ જ નથી. માન્યતા ખોટી થઈ ગઈ છે. પરને તો કરી શકે નહીં પણ પોતાના પરિણામને ફેરવી શકે નહીં તેવી વાત છે. પોતાનો પક્ષ છોડી દેવો જોઈએ. જ્ઞાનીની વાણી પક્ષ છોડાવે છે.
८८७
શેયો જ્ઞાનમાં જણાય છે તે સમયે જ્ઞાયકપણે જે જણાયો... પરય જણાય છે ત્યાં અટકી જાય, અને જાણનાર ન જણાય તો એકાંત પરપ્રકાશક અજ્ઞાન થઈ જાય છે. આ જ્ઞયોમાં જાણવાના કાળે જ્ઞાન જણાય છે? કે શેય જણાય છે? “જાણનાર જ જણાય છે.” ત્યારે પરશેય તરફથી છૂટીને જાણનાર તરફ આવે છે.
“જ્ઞયાકાર અવસ્થામાં હું તો જાણનાર જ છું.” પ્રતિમાને જાણતી વખતે જાણનાર જ જણાય છે. અને આત્માને જાણતાં “જાણનાર જ જણાય છે.” ચોવીસે કલાક આત્મા જ જણાય છે. આ વાતો, વાતો કરવાની નથી; પ્રયોગની વાતો છે.
૮૮૮
સ્વરૂપને જાણવાના કાળે પણ “જાણનાર જ જણાય છે. જે જ્ઞાનમાં ભગવાન આત્મા જણાયો તે જાણનારો પોતે અને જણાયો પોતે જ માટે અભેદ કર્તાકર્મ પોતે જ બની જાય છે. શુદ્ધ પર્યાય પરિણત આત્મા સ્વય બની જાય છે.
८८८
પ્રતિમાજીનાં દર્શન કરવા ઊભા હો ત્યારે જ્ઞાનમાં ભગવાન જણાય છે. એટલું જ જ્ઞાનનું વેદન-સ્વાદ તે અજ્ઞાન છે. શેય સંબંધેનું જ્ઞાન તેને યાકાર જ્ઞાનનો આવિર્ભાવ કહીને શયલુબ્ધ કહે છે. તેમાં શેય સાથે એકાકાર થાય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com