________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes
પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
જણાય નહીં તો એને જ્ઞાન ન કહેવાય પણ અજ્ઞાન કહેવાય.
૮૭૭
અહીં તો પોતે પોતાને જાણ્યો છે. જાણનારે જાણનારને જાણ્યો છે. હવે જાણનારાને જાણી તો લીધો અને વિકલ્પ દશા જણાય છે એની સાથે જ્ઞાનની પર્યાયની સ્વચ્છતા એવી છે કે પર પદાર્થનો એમાં પ્રતિભાસ થાય છે.
૧૯૫
८७८
જ્ઞાનની પર્યાયને જાણતાં જાણતાં ૫૨ શેય જણાય એટલે મોહ ન થાય. ઓલી જ્ઞાનની પર્યાયને છોડીને પજ્ઞેય જણાતું હતું જેથી મોહ થતો હતો ખલાસ. કારણ કે દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણેય જ્ઞાનમાંથી ગયું અને એકલું ૫૨જ્ઞેય જણાય છે તો અધ્યવસાન થઈ ગયું. ભ્રાંતિ થઈ ગઈ. ઇન્દ્રિયજ્ઞાન જીતાય તો જ મોહનો નાશ થાય; બીજો કોઈ ઉપાય નથી અને ઇન્દ્રિયજ્ઞાન ક્યારે જીતાય ? કે: “હું ૫૨ને જાણતો નથી... મને જાણનાર જણાય છે”, એટલા ભેદમાં પરોક્ષ અનુભૂતિ થઈ જાય છે. પરોક્ષ અનુભૂતિ પછી પ્રત્યક્ષ અનુભૂતિ થઈ જાય છે.
૮૭૯
"2
આ એક ખૂબી છે. રાગ જ્યારે પ્રતિભાસે છે, ત્યારે જાણનાર જણાય છે.” આ વાત અનુભવીને જ બેસે એવી છે. બિનઅનુભવીને આ ખ્યાલમાં પણ ન આવે. સવિકલ્પ દશામાં લડાઈમાં “ જાણનાર જણાય છે.' તલવાર જણાતી નથી! ચક્ર જણાતું નથી ? તો કહે ‘ના.' આ અનુભવી પુરુષો પોતાનો અનુભવ ઘૂંટતા ઘૂંટતા વાત કરે છે. અમે અમારા અનુભવની વાત શબ્દો દ્વારા કહીએ છીએ. જો કોઈ પકડી લ્યે તો તે જ્ઞાની થઈ જાય એવી વાત છે.
66
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
८८०
જ્ઞાયકની પર્યાયપણે જણાય છે એમાં ભેદ અપેક્ષાએ જ્ઞાયકની પર્યાય કહી છે. તેમાં પણ રાગની પર્યાયપણે છું તેવું જ્ઞાન નથી જણાતું, પણ હું તો જાણના૨ છું તેમ જણાય છે. “જાણનારો જણાય છે” માટે શેયકૃત અશુદ્ધતા તેને લાગુ
પડતી નથી.