________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૨OG “નયનની આળસે રે મેં ન નીરખ્યા હરિને જરી.” જણાય તો છે સમયે સમયે પણ આ જાણનારો જણાય છે સમયે સમયે તેમ નથી લાગતું. આ બધું જણાય છે તેમ જાણી ઇન્દ્રિયજ્ઞાન ઊભું કરી રખડી રહ્યો છે.
૯૧૯
એવો ઉપયોગ છે કે જેમાં રાગનો પ્રવેશ નથી. રાગ ભિન્નપણે જણાય પણ રાગ અભિન્નપણે જણાતો નથી. દુઃખ ભિન્નપણે જણાય એવું જ્ઞાન પ્રગટ થાય છે, પણ દુઃખ અભિન્નપણે જણાય તેવું જ્ઞાન પ્રગટ થતું નથી. એમ એવું સામાન્ય જ્ઞાન છે ને કે “ઉપયોગમાં ઉપયોગ છે.” ઉપયોગમાં ક્રોધાદિ કર્મ તો છે જ નહીં, એનું નામ હજુ સામાન્ય જ્ઞાન કહેવાય.
સામાન્યજ્ઞાનનો પક્ષ આવે; નિશ્ચય જ્ઞાનનો કેઃ “જાણનારો જણાય છે” તો તેને શુદ્ધ ઉપયોગ થઈ ને સાક્ષાત અનુભવ થાય. શુદ્ધનયનો ઉપદેશ પણ વિરલ છે તેને સાંભળનારા પણ વિરલ છે.
૯૨૦ - રાત-દિવસ મજૂરી કરે તેને હજાર રૂપિયા બેંક બેલેન્સ ન થાય. એને એમ લાગે પુરુષાર્થ કરું છું પણ પરમાં પુરુષાર્થ કોઈ દિ હોય નહીં. પુરુષાર્થ તો સ્વભાવની સન્મુખ થઈને સ્વભાવનાં દર્શન કરવાં તેનું નામ પુરુષાર્થ છે. આ રાગ કરવો, મિલ ચલાવવી, તે પુરુષાર્થ છે? તે પુરુષાર્થ નથી અજ્ઞાન છે.
એને કર્તબુદ્ધિનું ભૂત વળગ્યું છે. જગતનાં જડ ચેતનનાં પરિણામ સ્વયં થાય છે ને “જાણનારો જણાય છે.” આ સ્થિતિ છે. પણ એને સ્વીકાર આવતો નથી. “હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. સૃષ્ટિ મંડાણ એની પ્રેરે કોઈ યોગી યોગીશ્વરા જાણે.” નરસિંહ મહેતા અન્યમતી પણ આમ કહે છે.
૯૨૧
ગુરુદેવ કહેતા હુતા કે બાજરો વાવે તો દશ-વીસ ખાંડી બાજરો તો થાય, પણ સાથે કળબ થાય. થાય કે ન થાય ? થાય. તેમ આત્મઅનુભવ થાય તેની હારે આ પુણ્યના પ્રકારો કળબ છે. ઢોર ખાય હોં! મનુષ્ય ન ખાય. આનંદનો અનુભવ કરે છે... સમ્યફદષ્ટિ કલબ ખાય નહીં. આ ફેકટ વાત છે, હુંકીકત. સંતો ફરમાવે છે “પોતાની બુદ્ધિથી નાખેલા શુદ્ધનય અનુસાર બોધ થવા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com