________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧)
જાણનારો જણાય છે માત્રથી” ; “હું જાણનાર છું ત્યાં જાણનાર જણાય ગયો.” એટલા બોધમાં કામ થઈ ગયું? કે: “હા', કામ થઈ ગયું. ભવનો અંત આવી ગયો.
૯૨૨
આત્મા તો કેવળ જ્ઞાતા છે, ને કર્તા નથી. આત્મા તો કેવળ જ્ઞાતા છે. એને જાણતાં જાણતાં એના સ્વકાળે પર્યાય ઉત્પાદ વ્યયરૂપ થયા કરે છે. સ્વાશ્રિત અને પરાશ્રિત. સદભૂત અને અસભૂત કે પ્રકારનાં પરિણામ સાધકને હોય છે.
થોડા સંવર, નિર્જરા થોડા આગ્નવ, બંધ આ ચાર ભાવો એક સાથે હોય છે. મોક્ષ ન થાય ત્યાં સુધી. અપરમ ભાવે સ્થિત છે તેને વ્યવહારનો ઉપદેશ છે. વ્યવહારનો આત્મામાં સર્વથા અભાવ કહ્યો હતો ઈ. બરાબર હતું. હવે અહીંઆ વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. એટલે ઈ... પરિણામ આત્મામાં ઘૂસી ગયા છે તેમ કહેવું નથી. ઓલી આગળની વાત કાયમ રાખીને તેનાથી જુદાં પરિણામ થાય છે. દ્રવ્યને અડતા નથી. દ્રવ્ય તેનો કર્તા નથી.
જ્ઞાયકને જાણતાં જાણતાં; અભેદને જાણતાં ભેદને જાણે છે. પણ ઈ ભેદને જાણવાની દશા થઈ એનું નામ સવિકલ્પતા છે. ઈ... પાછો ભેદને ઓળંગી જાય છે. ભેદને જાણે છે ત્યાં સુધી સવિકલ્પ છે. પછી મને તો “ જાણનાર જણાય છે”; પરિણામ પરદ્રવ્ય છે, તેથી તે મને જણાતાં જ નથી. હું!! પરદ્રવ્ય છે! જણાતાં નથી ત્યાં તો ફરીથી શુદ્ધોપયોગ થાય છે. આવી એક સાધકની સ્થિતિનું વર્ણન છે. સાધક થયા હોય .... સાધકની સ્થિતિ જાણે. જે સાધક નથી ઈ... કાંઈ જાણતો નથી. તે ધ્યેયને જાણતો નથી, સાધ્યને જાણતો નથી, સાધકને જાણતો નથી.
૯૨૩ જાણનાર જણાય છે” ને રાગ. પરને નથી જાણતો ને દ્વેષ. અસ્તિનાં જોરે વિધિનિષેધનો વિકલ્પ ગળે છે અને અનુભવ થાય છે.
૯૨૪
જાણનારો જણાય છે” આ મુક્તિની વિધિ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com