________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૬
જાણનારો જણાય છે એના જ્ઞાનની પર્યાયમાં પણ ઈઅવળચંડાઈ કરે છે. છતાં પણ એ એવા મોટા મનનો છે કે એની જ્ઞાનની પર્યાયમાં સમયે સમયે પ્રતિભાસ થઈ રહ્યો છે. એ પ્રતિભાસને તું ઉપયોગાત્મક કરી લે! આહાહા ! “જાણનાર જણાય છે.”
પ્રતિમાની સામે ઊભીને વિચાર કરવો કે આ પ્રતિમા જણાય છે કે “ જાણનાર જણાય છે!” પ્રતિમા જણાય છે કે પ્રતિમા સંબંધેનું જ્ઞાન જણાય છે ! કે જ્ઞાયક જણાય છે !!
બધાને એવો જ્ઞાનનો અંશ જણાય છે કે જ્ઞાયક જણાય છે. આહાહા ! ખલાસ...! તો શું પ્રતિમા નથી જણાતાં? તને જાણવાના બહાના નીચે પણ
વ્યવહારનો પક્ષ, પરને જાણવાનો પક્ષ છે. એ વ્યવહારનો પક્ષ છે. વ્યવહાર નથી. નિશ્ચય વિના વ્યવહાર ન હોય.
૯૪૪
કહે છે પોતે જ અનુભવમાં આવે છે. આહાહા! વર્તમાન તને તો “ જાણનાર જ જણાય છે ને? ભગવાન જણાય રહ્યો છે. પરજ્ઞેય જણાય છે એમ નહીં, રાગ જણાય છે એમ નહીં, એક સમયની પર્યાય જણાય છે એમ પણ નહીં, પણ જાણનારો જણાય રહ્યો છે. ત્રિકાળી સામાન્ય જણાય રહ્યો છે. સામાન્ય જેની સત્તામાં જણાય છે એ જણાતું નથી; આહાહા ! આ તો ભાગવતી - ભગવાન થવાની કથા છે.
૯૪૫
આવો સામાન્ય આત્મા જ્યારે દષ્ટિમાં આવે ત્યારે તેને સમ્યક્રદર્શન જ્ઞાન પ્રગટ થાય. પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં એમ જ્ઞાયક જ્ઞાયક ને જ જાણે છે, જ્ઞાયક જ જણાય રહ્યો છે. જાણનારો તે જ આત્મા જણાઈ રહ્યો છે. વર્તમાન મને જણાય રહ્યો છે.
જણાય રહ્યો છે કહેતાં ઈ શું? જણાય રહ્યો છે ભાઈ ! સર્વજ્ઞ પરમાત્માએ કહેલી આ વાત છે. એમ સમયમાં ત્રણ કાળ ત્રણ લોકનું જ્ઞાન વર્તે છે પ્રત્યક્ષ.
૯૪૬
પર સાથે એક હોવાનો નિશ્ચય થઈ ગયો છે; એક હોવાની ભ્રાંતિ થઈ ગઈ છે. છે બેય તત્ત્વ ભિન્ન ભિન્ન; ચૈતન્ય સ્વરૂપી, ઉપયોગ સ્વરૂપી ભગવાન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com