________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૨૧૫ તેમાં પ્રતિભાસ બેનો છે. તો તે બન્નેને જાણે કે એક ને જાણે?
એકને જાણે બરાબર. તો જ્યાં સ્વપ્રકાશકમાં આવે ને કે “સ્વપ્રકાશક જ છું” અને “જાણનારો જ જણાય છે.” તો ઈ.... એવા પક્ષમાં આવી ગયો કે વિકલ્પ છૂટીને અનુભવ થઈ જશે. હવે જ્યારે અનુભવ થાય ત્યારે ૫૦% જાય. પક્ષમાં આવે પછી પક્ષમાં રોકાય નહીં.
“જાણનાર જણાય છે; જાણનાર જણાય છે; જાણનાર જણાય છે” પણ “જાણનાર જણાય છે” એમ આવે કયારે? જ્યારે અભેદ થઈને અનુભવ થાય છે, આનંદ આવે છે, ત્યારે “ જાણનારો જણાય છે.” ત્યાં સુધી પક્ષ કહેવાય. હજુ નિશ્ચયના પક્ષમાં આવે તો પક્ષાતિક્રાંત થઈ જાય. પરને કરું છું ને પરને જાણું છું તે વ્યવહારના પક્ષવાળાની ભેદજ્ઞાનની શક્તિ બિડાઈ થઈ છે.
૯૪૧ જાણનારો જણાય છે”ને આ સૂત્રમાં દ્રવ્યનો નિશ્ચય તેમજ પર્યાયનો નિશ્ચય બન્ને આવી ગયા.
જાણનારો દ્રવ્યનો નિશ્ચય જણાય છે નેપર્યાયનો નિશ્ચય આમ ધ્યેયપૂર્વક શેય થયું.
૯૪૨ જણાય છે જાણનારો અને લાગે છે પર જણાય છે તે જ અધ્યવસાન, વિપરીત માન્યતા ભ્રાંતિ છે. જ્ઞાનમાં વચન નથી જણાતું વાચ્ય જણાય છે.
૯૪૩ પોતે જ અનુભવમાં આવે છે; આહા ! જ્ઞાનમાં જ્ઞાયક જ પ્રતીત થાય છે. જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક જ જણાય રહ્યો છે. ઊર્ધ્વપણે આત્મા જ જણાઈ રહ્યો છે. “સમતા, રમતા, ઊર્ધ્વતા “, શ્રીમદજીમાં આવે છે ને?! ઊર્ધ્વપણે આત્મા જ જણાય રહ્યો છે. ઊર્ધ્વપણે હું જ જણાઉ છું. ઊર્ધ્વપણે જ્ઞાયક જ જણાય છે. ભગવાન આત્મા જ જણાય રહ્યો છે. જણાય જ રહ્યો છે. જણાય રહ્યો છે. તેનો માત્ર સ્વીકાર કર બસ. એટલી જ વાર છે. તારી વારે વાર છે. તારી વારે વાર છે.
ભગવાન આત્મા તો દર્શન દઈ રહ્યો છે, મોટા મનનો થઈને; સમયે સમયે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com