________________
૨૧૩
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત સિદ્ધાંતમાં રાગ મારામાં થતો નથી... માત્ર પ્રતિભાસ થાય છે, તે વખતે “જાણનાર જણાય છે.” ખલાસ બેડો પાર. એક સમયનું કામ છે.
૯૩૫
પ્રતિભાસ થાય રાગનો પણ જ્ઞાન તેને જાણતું નથી. તે તો ગુણરૂપ છે, તો તમને “જાણનારો જણાય જશે.” અને રાગના પ્રતિભાસ વખતે રાગ જણાય તો તે દોષ રૂપ છે.
૯૩૬
જિજ્ઞાસાઃ “જાણનારો જણાય છે તેમ લેતાં; તેમાં ભેદ પડતાં વિકલ્પ ઉત્પન્ન થાય છે. તો વિકલ્પ કેવી રીતે છૂટે ?!
સમાધાનઃ “જાણનારો જણાય છે”, “જાણનારો જણાય છે, તેમ લખ્યું છે. જણાશે તેમ લખ્યું છે? કોને બધાને હોં!! પ્રત્યેક સમયે. હવે “જાણનારો જણાય છે ત્યાં વિકલ્પ ન લેવો. ભલે વિકલ્પ હો પણ વિકલ્પને વચ્ચે ઊભો ન કરો. “જાણનારો જણાય છે” બસ એટલું લેવું. “જાણનારો જણાય છે” પછી ઈ.. વિકલ્પ તૂટી જશે. “જાણનારો જણાય છે” એટલો ભેદ પડયો તેમ પણ ન
લેવું.
છે તો ભેદ! ભલે વિકલ્પ ઉત્પન્ન થાય, પણ ઈ. વિકલ્પ એને જણાતો નથી, જાણનારો જણાય છે. વિકલ્પ ઊઠે તેને જ્ઞાન જાણતું નથી. જાણનારો જણાય છે એટલું લીધું; પછી જાણનારો પણ જણાય છે ને વિકલ્પ પણ જણાય છે? વિકલ્પ જ્ઞાનનું ઝેય નથી. વિકલ્પ આત્માના જ્ઞાનનું શેય નથી. પછી જણાય કયાંથી? જ્ઞય હોય તો જણાય ને? છઠ્ઠી ગાથા બહુ અપૂર્વ છે.
૯૩૭ જિજ્ઞાસા: “જાણનારો જણાય છે” તે પણ વિકલ્પ છે ને?? તે વિકલ્પ કેવી રીતે છૂટે?
સમાધાનઃ વિકલ્પો જણાતા જ નથી, તો પછી વિકલ્પો ઉત્પન્ન જ નહીં થાય. “જાણનારો જણાય છે” પછી વિકલ્પ ઉત્પન્ન થાય કે ન થાય તે અમે જાણતા નથી. અમને તો “ જાણનારો જણાય છે.” વિકલ્પના કાળે વિકલ્પ જણાતો નથી; કેમકે વિકલ્પને જાણવાનો જ્ઞાનનો સ્વભાવ જ નથી, તે તો ઇન્દ્રિયજ્ઞાનનો સ્વભાવ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com