________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૨
જાણનારો જણાય છે પદાર્થને હું જાણું છું ભૂલી જા! તે પદાર્થનો પ્રતિભાસ થાય છે તે રાખ! પણ પ્રતિભાસને કાળે જ્ઞાન જેનું છે તેને જાણે છે. જેનો પ્રતિભાસ થાય છે તેનું જ્ઞાન નથી. માટે જ્ઞાન તેને જાણતું નથી. આ શેય પદાર્થને સામે રાખવું અને પછી પ્રયોગ કરવો. આને રાખવું!
એનામાં એ રહી જાય તો એ ભલે ને રહી જાય, પણ લક્ષ છૂટી જાય. લક્ષ ફરે ફેર છે. પ્રતિભાસ બેનો અને લક્ષ એકનું; બેનાં લક્ષ ન હોય.
૯૩૧
આ ગાથાનું શું કહ્યું? સ. સાર ૩૭૩થી ૩૮૨ અપૂર્વ ગાથા છે. જેને આ ગાથાના ભાવનો અપૂર્વ ભાવ આવશે તેને અલ્પકાળમાં સમ્યકદર્શન જરૂર થશે. કેઃ “મને જાણનારો જણાય છે ને પર જણાતું નથી.” એવી આ ગાથા છે. આ કુંદકુંદઆચાર્યના શબ્દો છે.
૯૩૨
હું જાણનાર છું ને કરનાર નથી, જાણનારો જણાય છે ને ખરેખર પર જણાતું નથી.” એ સૂત્રમાં બાર અંગનો સાર છે. તેમાં અપરિણામી પરિણામી બન્ને આવ્યું છે. આ સ્ટીકરનું કોઈએ જામનગરમાં પૂછયું! કે: આ કોનું છે? આ તો અનાદિનું છે. કોઈ તીર્થકર ભગવાનનું નથી. મહાવીર ભગવાનનું ય નથી. આ તો શાશ્વત જિનવાણી છે. નમોકાર મંત્ર જેમ શાશ્વત અનાદિનો છે તેમ નમોકાર મંત્રમાં આવી જાય, સમાઈ જાય, તેવો મંત્ર છે.
૯૩૩ જાણનાર છે ને કરનાર નથી, જાણનારો જણાય છે ને ખરેખર પર જણાતું નથી.” એ બન્નેમાં જાણનાર આવ્યો ને? એટલે પ્રશ્ન થયો. અપરિણામીમાં ગુણ ભેદ દેખાતો નથી, અને પરિણામીમાં પર્યાયભેદ દેખાતો નથી આજની ચર્ચા બહુ સારી છે.
૯૩૪
સ્વપરનો પ્રતિભાસ કરનારી સ્વચ્છતા જ છે. અને ઉષ્ણતા છે તે અગ્નિની છે. રાગનો પ્રતિભાસ થાય છે તો તે જ્ઞાનની સ્વચ્છતા તો આત્માની છે. અને રાગાદિ તો દ્રવ્યકર્મનાં પરિણામ છે. દષ્ટાંતમાં તો “હા” આવશે. પણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com