________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૨)
૯૧૩
પરોક્ષની વાત નથી, પ્રત્યક્ષ આનંદ વેદાય એને પોતે જાણે. સાકર જીભ ઉપર મૂકે તો કોઈને પૂછે કે આ ગળી છે કે ખાટી છે! કે કડવી છે સાકર? કોઈને પૂછે જ નહીં. એમ જેણે અંતરમુખ થઈને અંતરદૃષ્ટિ વડે ચૈતન્ય પરમાત્માને નિહાળ્યો- અવલોક્યો અને અનુભવમાં લીધો કે “જાણનાર તે હું છું કરનાર હું નથી.” અને “જાણનાર જણાય છે, ખરેખર પર જણાતું નથી.” એમ કર્તુત્વ છોડી; પરનું યત્વ છોડી અને આત્મા જ જ્ઞાન, આત્મા જ જ્ઞય, આત્મા જ જ્ઞાતા એવો અભેદ અનુભવ કરે તો થાય.
૯૧૪
જ્ઞાનની પર્યાયમાં બાળ-ગોપાળ સૌને જ્ઞાયક જણાય છે. પણ એ એને જાણતો નથી. એ અપેક્ષાએ જ્ઞાન સામાન્યનો તિરોભાવ કર્યો. અને વિશેષજ્ઞાનનો આવિર્ભાવ કર્યો. મને આ... (પર) જણાય છે, મને આ જણાય છે, પણ મને સામાન્યમાં સામાન્ય જણાય છે. સામાન્ય જ્ઞાનમાં દ્રવ્ય સામાન્ય જણાય છે; જ્ઞાયક આહા ! દ્રવ્યાર્થિકનયની આંખ ઉઘાડીને જોઉં છું એવું એક સામાન્યજ્ઞાન પરોક્ષપણે તો આત્માની અનુભૂતિ કરે છે. હવે એનો પ્રત્યક્ષ થવાનો કાળ આવે છે ત્યારે જાણનાર જણાય છે ખરેખર પર જણાતું નથી. તેવા સ્વભાવના પક્ષમાં આવે છે જીવ. એવા પક્ષમાં આવે છે તે કાં તો અંતરમુહૂર્તમાં અથવા વધારેમાં વધારે છે મહિનામાં આત્માનો અનુભવ થાય. છ મહિનાથી વધારે કાળ ન થાય. રુચિરંતને આ ઉઘાડની રુચિ, પુણ્યની રુચિ, પુણ્યના ફળની રુચિ છોડવી પડશે. જો તેણે સુખી થવું હોય તો.
૯૧૫
રાગના સભાવમાં રાગનું લક્ષ છોડીને આત્માનો અનુભવ થઈ શકે છે. રાગનો અભાવ કરવાની જરૂર નથી. રાગના રાગનો અભાવ થઈ જાય છે. જ્યાં સમ્યક્દર્શન થયું ત્યાં રાગ મારો તેવી મમતા છૂટી ગઈ, ને રાગ રહી ગયો. આનંદ દીકરો રહી ગયો અને આનંદની મમતા છૂટી ગઈ. અરે! એકવાર તારા જ્ઞાનમાં ભગવાન આત્મા જણાય છે; “ જાણનાર જણાય છે તેવા પક્ષમાં તો આવી જા. “ના” શું કામ પાડશ. “ના” પાડીશ તો “ન” આવશે “હા” પાડીશ તો હાલત થશે. “ના” પાડીશ તો “ન” આવશે. તે તો બધા સમજી જાય. આપણે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com