________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes
પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૨૦૫
પ્રગટ થાય છે. તે સામાન્યજ્ઞાનમાં આત્મા જણાય છે. અને જ્ઞાન વિશેષમાં પર જણાય છે. જ્ઞાન સામાન્યમાં સ્વ જણાય છે. તેવા બે ભાગ અંદર અંતરંગમાં રહેલા છે.
ચૈત્ય ચેતક એક સાથે પ્રગટ થાય છે તેમ લખ્યું! ચૈત્ય એટલે રાગ અને ચેતક એટલે આત્માને જાણનારો ઉપયોગ પણ એક સમયમાં પ્રગટ થાય છે. એક સમયમાં બે પ્રગટ થાય છે, પણ એનું લક્ષ રાગ ઉપર છે. તેથી તેને “ જાણનારો જણાય છે” તે લક્ષમાં આવતું નથી, ખરેખર સ્વસંવેદન જ્ઞાનથી જાણવામાં આવે છે, પણ પરોક્ષ અને પ્રત્યક્ષ એટલો ફેર છે. તે ધ્યાન રાખવું. અજ્ઞાનીને પ્રત્યક્ષ આત્મા જણાતો નથી એટલો ફેર છે, નહીં તો આનંદ આવવો જોઈએ. સમ્યક્દર્શન થવાનું કારણ જેને હાથમાં આવે છે તેને સમ્યક્દર્શન થાય, થાય ને થાય. જાણનાર જણાય છે, અને ખરેખર પ૨ જણાતું નથી.” નિશ્ચયનો હકાર અને વ્યવહા૨નો નકાર.
66
૯૦૮
66
અજ્ઞાની માનતો નથી એ તેનો દોષ છે. બાકી ગુરુદેવના અગિયાર ભાગ છે કેઃ જાણનાર જણાય છે... જાણનાર જણાય છે... જાણનાર જણાય છે. જાણનાર જણાય છે.” આપ કોને કહો છો? કેઃ તને કહું છું. અમને તો જાણનાર જણાય છે પ્રત્યક્ષપણે. તને પણ પરોક્ષપણે જાણનાર જણાય છે. ” ઈ... પરોક્ષપણે જણાય છે ઈ ‘હા.’ પાડીશ તો પ્રત્યક્ષ થઈ જશે. પણ મને જણાતો જ નથી, પરોક્ષમાંથી ગયો તો સમ્યક્દર્શન ક્યાંથી થાય ! ?
66
૯૦૯
દુકાન મારી તો દુકાન આત્માની થાય. પુત્ર મા૨ે તો પુત્ર મારો થાય! આમ મૂઢ થઈ ગયેલો છે. તેની ભેદજ્ઞાનની શક્તિ બિડાઈ ગઈ છે, તેવા જીવને આ જાણનાર જણાય છે તેમ તેને ખ્યાલમાં આવતું નથી. આ અનુભૂતિ એટલે કે જ્ઞાયક હું છું” તેમ ખ્યાલમાં આવતું નથી.
k
૯૧૦
જાણેલાનું શ્રદ્ધાન હોય, ન જાણેલાનું શ્રદ્ધાન ન હોય. પહેલાં જ્ઞાનનો વિષય બતાવ્યો. પછી ક્યા કાળે જણાય છે તે બતાવ્યું. અજ્ઞાનીનાં જ્ઞાનમાં આત્મા જણાય છે. સૌને જણાય છે કહ્યું. પાંચ ઇન્દ્રિયનાં ભોગમાં પડયો હોય;
ખાવા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com