________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૨૦૩ કરતો નથી; કરવું અશક્ય છે. શુભાશુભભાવને; પુણને આત્મા કરતો નથી. હાય! હાય! પુણ્યને કરે નહીં? “ના.' અરે! પુણ્યને તો ન કરે પણ ધરમ ને પણ કરે નહીં. સાંભળ હુજી ! થાય એને કરે શું ? પરિણામ થવા યોગ્ય થાય છે ને જાણનાર જણાય છે. લઈ લે ને કામ થઈ જશે. આ પરિણામને હું કરુંને, પાપનો ત્યાગ કરું ને; પુણ્યને ગ્રહણ કરું પછી પુણ્યનો ત્યાગ કરું ને; ધર્મને ગ્રહણ કરું, ગ્રહણ ત્યાગથી પરમાત્મા શૂન્ય છે. તે ગ્રહતોય નથી ને છોડતોય નથી. સમ્યકદર્શનને ગ્રહતોય નથી ને મિથ્યાત્વને છોડતોય નથી એ તો જાણે છે.
૯૦૫
‘ભિન્ન ભિન્ન જ્ઞાનોથી ઉપલબ્ધ હોવાથી”, આત્મા ખરેખર સ્વસંવેદન જ્ઞાનથી જાણવામાં આવે છે. બાળ-ગોપાળ સૌને જણાય છે તે સવિકલ્પ સ્વસંવેદન છે. ઈ... ધ્યાન રાખજો.
એવું એક જ્ઞાન આત્માની સન્મુખ જ્યારે થાય ને ત્યારે સવિકલ્પ સ્વસંવેદન જ્ઞાનમાં આત્મા જણાય છે. આ અનુભવ શુદ્ધોપયોગ પહેલાની વાત
જયસેન આચાર્ય ભગવાને પ્રવચનસારની ૮૦ નંબરની ગાથામાં અનુભવ કેમ થાય છે, સમ્યક્રદર્શન કેમ થાય તેની વિધિ બતાવતાં આ વાત કરી છે. અનુભવ પહેલાં સવિકલ્પ અસંવેદન જ્ઞાનમાં અનુભવ થઈ જાય છે. પણ પરોક્ષ અનુભવ, સવિકલ્પ સ્વસંવેદન છે ને? પ્રત્યક્ષ નહીં; પણ પરોક્ષ અનુભવ બધાને થાય છે.
એમ કહે છે એકલો પ્રતિભાસ નથી કાંઈક વિશેષતા છે અંદરમાં. એ વિશેષતા સંજ્ઞી પંચેન્દ્રિયને જ હોય. અસંજ્ઞીને હોય નહીં. એને પ્રતિભાસ માત્ર હોય. એને વિશેષતા ન હોય. વિશેષતા મનવાળા પ્રાણીને જ હોય. “મને જાણનાર જ જણાય છે. આહાહા ! બીજું કાંઈ જણાતું નથી. એમ જો ઈ પર્યાય સ્વભાવના પક્ષમાં આવે તો પર્યાય પ્રત્યક્ષ થઈ જાય છે. આ વર્તમાન વર્તતા જ્ઞાનમાં જ્ઞાન છે ને! ઈ. રાગ નથી , ઈ અજ્ઞાન નથી. તેમાં જાણવાની ક્રિયા થાય છે. એ જાણવાની ક્રિયાથી આત્મા કથંચિત્ અભિન્ન છે. કથંચિત્ તાદાભ્ય છે. ઈ.. જ્ઞાનથી આત્મા અનન્ય છે. માટે તેમાં પરોક્ષ અનુભૂતિ થયા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com