________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૨O૧
૯૦૦
પ્રકાશ અને દીપકનો ભેદ કર્યો તો વ્યવહાર ભલે થયો પણ તે પ્રકાશ ભેદરૂપ વ્યવહાર છે. તે ઘડાને પ્રસિદ્ધ કરે છે કે પ્રકાશ દીપકને પ્રસિદ્ધ કરે. છે? કેમકે ભેદ દીપકથી અભેદ છે. ઈ... તો સમજાવવા ભેદ કલ્પના કરી, ભેદ કલ્પના કરવાથી દીપકથી પ્રકાશ જુદો પડી જતો નથી. માટે એ ભેદે પરમાર્થને જ બતાવ્યો તેમ.
જ્ઞાન તે આત્મા, જાણે તે આત્મા તેમ કહ્યું ને ?! જાણનારો જણાય છે તેણે પણ જાણનારને જ પ્રસિદ્ધ કર્યો ને ?! એમાં તો વિકલ્પ ઊઠે છે ને ?! રહેવા દેજે ! ભેદ વિકલ્પ નથી પ્રસિદ્ધ કરતો ! વિકલ્પ થાય છે તો વિકલ્પ જણાતો નથી. વિકલ્પ ભલે હો ! પણ તે ભેદ રાગને પ્રસિદ્ધ નથી કરતો. કારણ કે તે રાગની સાથે તાદાભ્ય નથી અને ઈ... ભેદ અભેદની સાથે તાદાભ્ય છે. તેથી ઈ જ્ઞાન.... શેયરૂપ જ્ઞાયકને જ પ્રસિદ્ધ કરે છે. અભેદથી તો જ્ઞાયક જણાય છે. પણ ભેદમાં આવતાં પણ શેયાકાર અવસ્થામાં જ્ઞાયક જ જણાય છે. એમ કહે છે ઈ... સવિકલ્પદશામાં પણ જ્ઞાયક જણાય છે.
ઈ... જે ભેદ છે ને અભેદને પ્રસિદ્ધ કરે છે. હવે જો ઈ અભેદને પ્રસિદ્ધ ન કરે અને અભેદને પ્રસિદ્ધ કરવાનું બંધ થાય અને રાગને પ્રસિદ્ધ કરવાનું કરે તો જ્ઞાન રહેતું નથી.
૯૦૧ પૂ. ગુરુદેવે માર્ચ ૮૧ના આત્મધર્મમાં એક વાત કરી કે ખરેખર આત્મા પરને જાણતો જ નથી. તો પર તરફ ઉપયોગ મૂકવાની વાત જ ક્યાં રહી. જાણનારો જ જણાય છે સમયે સમયે. અને જે પરને પ્રસિદ્ધ કરે છે ઇન્દ્રિયજ્ઞાન તે તો અમારું છે નહીં. તે તો ય છે. તેને અમે જ્ઞાન કહેતા નથી. જે જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરે તેને જ્ઞાન કહીએ, તેને વ્યવહાર કહેવાય. ઇન્દ્રિયજ્ઞાન તે વ્યવહાર નથી. ઇન્દ્રિયજ્ઞાન અભેદનો ભેદ નથી. ઈ તો શયનો ભેદ છે. તે જ્ઞાનનો ભેદ નથી. જે જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરે તે અભેદનો ભેદ છે. આવી બે ધારા છે. ઇન્દ્રિયજ્ઞાન કર્મધારામાં જાય છે.
૯૦૨ એક વખત અંદરથી ભાવના જાગી કે મારા જ્ઞાનનો મારે સઉપયોગ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com