________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨OO
જાણનારો જણાય છે છે. જે સમ્યક્રદર્શનની વિધિ છે તે જ ચારિત્રની વિધિ છે.
૮૯૮
જાણનારો કોણ છે? તે તો પોતે આત્મા જ છે અને જણાયો તે પણ આત્મા છે. “પોતે જાણનારો અને પોતે જ જણાય છે” દરેકમાં પોતે જ છે. તેમાં બેપણું નથી. વસ્તુના સ્વભાવમાં બે ભેદ નથી. સ્વ સ્વામિરૂપ અંશોનાં વ્યવહારથી શું સાધ્ય છે?
૮૯૯ આત્માનો અનુભવ થયો તેમાં “માત્ર જ્ઞાયક છું.” તેવો પ્રતીતિમાં આવી ગયો. “માત્ર જ્ઞાયક છું” તેવો સ્વીકાર કરી લે !! તેમાં પરિણામનો કર્તા નથી તે આવી ગયું. કહેવાની જરૂર નથી. માત્રમાં કર્તા બુદ્ધિનો નાશ થઈ ગયો. “માત્ર જ્ઞાયકમાં” “માત્ર” વિશેષણ લગાડયું ને? એમ ને એમ મફતમાં નથી લગાડયું? “માત્ર જ્ઞાયક છું” તેવા શાયકનાં દર્શન અંત્તરદૃષ્ટિથી થતાં અનુભવ થયો. બાદમાં સવિકલ્પ દશામાં આવતાં પરિણામના બે પ્રકાર થઈ ગયા.
પહેલાં મિથ્યાદર્શનમાં શુભાશુભ ભાવો જ હતા. જ્ઞાની થયો પછી આત્મઆશ્રિત નિર્વિકારી પરિણામ પ્રગટ થયાં. તો જે પરિણામ પ્રગટ થયા તેને જાણે છે પણ જાણવાના સમયે તેને પર્યાયદષ્ટિ નથી થતી કેમ? શેયકૃત અશુદ્ધતા કેમ નથી?
પરિણામને જાણવા માત્રથી પર્યાય દષ્ટિ થતી નથી. દ્રવ્યને જાણતાં જાણતાં પરિણામને જાણે છે. અને પરિણામના જાણવા સમયે જાણનારને જાણે છે, શાયકને જાણે છે. સવિકલ્પ દશામાં રોટલી ખાતો હોય. દુકાનમાં દાળ, ચોખાનો વેપાર ભલે કરતો હો..પણ દાળ જ્યારે જ્ઞાનમાં શેય થાય છે, ત્યારે જો એકલી દાળ અને ચાવલ જ્ઞાનમાં ય થાય છે; તો મિથ્યાદષ્ટિ થઈ જાય છે. તો શેયજ્ઞાયક સંકર દોષ થઈ ગયો.
પણ જ્યારે દાળ જાણવામાં આવે છે ત્યારે જાણનાર જણાય છે. જ્ઞાયક જાણવામાં આવે છે તો પર્યાય દષ્ટિ થતી નથી. કેમકે પોતાના આત્માને જાણતાં જાણતાં તે જણાય જાય છે. પરિણામને જાણવાનો પુરુષાર્થ નથી. દ્રવ્ય સ્વભાવને જાણવા માટેનો પુરુષાર્થ છે. પરિણામતો સહજમાં - મફતમાં જણાય જાય છે. દષ્ટિમાં દ્રવ્યને લેવા માટે સચિની કિંમત ચૂકવવી પડે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com