________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૬
જાણનારો જણાય છે પીવાના ભોગ, પહેરવા, ઓઢવાના, પાંચ ઇન્દ્રિયના વિલાસમાં પડ્યો હોય ત્યારે “જાણનારો જણાય છે.” જાણનારો ભગવાન આત્મા તેમાં જ્ઞયત્વ છે. પ્રમેયત્વ નામનો ત્રિકાળી ગુણ છે; એટલે જ્ઞાનનો વિષય થયા કરે છે. અને જ્ઞાનમાં જ્ઞાનત્વ છે એટલે એ જાણ્યા કરે છે. એક જણાય ને બીજું જાણે. જણાય શું? ને જાણે કોણ? ભગવાન આત્મામાં પ્રમેયત્વ નામનો ગુણ છે અને જ્ઞાનમાં જ્ઞાનત્વ છે માટે જ્ઞાનમાં કદી અંધારું ન થાય. ઈ જાણે છે કોને? એ જ્ઞાનપણ શેય, જ્ઞાયક પણ શેય, ગુણ પણ શેય, બધું જ્ઞય રૂપે છે. આવું અનાદિ અનંત ચાલ્યા જ કરે છે. કોઈ સ્વીકાર કરે તો અનુભવ થઈ જાય.
૯૧૧
જ્ઞાન ભિન્ન અને રાગ ભિન્ન” ઉપયોગમાં ઉપયોગ છે. ઉપયોગમાં રાગ નથી. રાગના સદ્ભાવ વખતે રાગ ઉપયોગથી ભિન્ન છે. હવે ઉપયોગથી ભિન્ન છે તો ભગવાન આત્માથી તો ભિન્ન હોય જ ને? એમાં તને શંકા શું પડે છે? એમ હવે જે જ્ઞાનમાં પર જણાય છે ને સ્વ જણાય છે તેમાં પરનું શું? ને સ્વનું શું? તેનું ભેદજ્ઞાન કરવાનું છે કેઃ “જાણનાર જણાય છે” જ્ઞાયક તે જ હું છું, રાગાદિ, દેહાદિ અને પૂર જણાય છે એ મારા ભાવો નથી. એમ ભેદજ્ઞાન કરી, પર્યાય ઉપરથી લક્ષ છૂટી અને દ્રવ્ય ઉપર લક્ષ આવે તો એને આત્માનો સાક્ષાત અનુભવ થાય. આત્માનો સાક્ષાત્કાર; જે અન્યમતિ સાક્ષાત્કાર કહે છે તે પંચમકાળમાં થાય. જેને આત્મદર્શન કહેવામાં આવે છે.
૯૧૨
રાગનો કરનાર બીજો એટલે દ્રવ્યકર્મ છે; રાગનો જાણનાર બીજો એટલે ઇન્દ્રિયજ્ઞાન છે. આ સૂત્રમાં બન્નેનો નિષેધ છે. કરનાર નહીં પરંતુ “ જાણનાર જણાય છે પર જણાતું નથી.” જાણનાર જણાય રહ્યો છે તેવા ભેદમાં પણ જાણનાર જણાશે નહીં.
ઇન્દ્રિયજ્ઞાનમાં પણ રાગ નથી જણાતો કેવળ જ્ઞાયક જ જણાય છે તે નિર્ણય છે. “જાણનાર જણાય છે” આનંદ આવ્યો?! નહીં. પણ... તને ખબર નથી કે “જાણનાર જણાય છે તેમાં આનંદ આવશે કેમકે નિર્ણય સાચો છે. અનુમાન તે વ્યવહાર અને અનુભવ તે નિશ્ચય છે. બન્નેનો વિષય એક છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com