________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૮
જાણનારો જણાય છે. છે. જે જ્ઞાન શૈયાકાર થયું એટલે જે જ્ઞાનના અંશમાં શેય જણાય છે તેમાં “જાણનારો જણાતો નથી.”
૮૯૦ હું જ્ઞાતાને છ દ્રવ્ય મારું શેય તે ભ્રમણા ભાંગવા જ્ઞાતા શેયના વ્યવહારનો નિષેધ કરવો પડશે. વ્યવહારનો નિષેધ કરીને “જાણનાર જ જણાય છે”, ત્યાં આવવું પડશે. કરવાની તો વાત જ નથી.
૮૯૧ જિજ્ઞાસા:- શુભરાગને જાણતાં મમતા કેમ થતી નથી?
સમાધાન- કારણ કે તે વખતે જાણનારને જાણે છે. તેથી શુભરાગમાં મમતા થતી નથી. યાકાર અવસ્થામાં યકૃત અશુદ્ધતા કેમ લાગતી નથી? કારણ કે તે વખતે જ્ઞાયક જણાય છે. આના ઉપરથી બુદ્ધિ હુઠાવી ને જ્ઞાયક ઉપર લાવે છે. “ જાણનાર જણાય છે.” ચોવીસે કલાક જ્ઞાયક જ જણાય છે કર્તાપણ આત્માને કર્મ પણ આત્મા છે. અભેદ કારક છે. જ્યાં સુધી શેયમાં ભેદ જણાય ત્યાં સુધી અભેદ જણાતો નથી.
૮૯૨
mય જ્ઞાનમાં જણાય છે ત્યારે એમ વિચારે છે કે “જાણનાર જણાય છે.” તો તેને શેયકૃત અશુદ્ધતા લાગુ પડતી નથી. પણ તેને જ્ઞાયક ન જણાતાં પરયમાં ઉપયોગ લગાવીને જાણે છે તો અશુદ્ધતા થાય છે. એક જ સમયમાં સ્વપર પ્રકાશક જ્ઞાનનો સ્વભાવ હોવાથી જ્ઞાયકનો પ્રતિભાસ તો થાય છે, અને શેયનો પ્રતિભાસ પણ થાય છે, પરંતુ જ્ઞયના પ્રતિભાસ વખતે ઉપયોગપૂર્વક શેયનાં પ્રતિભાસને જાણવા રોકાય છે તેથી તેને અજ્ઞાન થાય છે.
૮૯૩ હું પ્રેક્ટિસ કરું છું કે મને જાણનારો જ જણાય છે.” તેવો પ્રયોગ કરતાં મને અવશ્ય આનંદનો અનુભવ થશે જ. પણ અત્યારે આનંદનું વદન તો નથી છતાં જ્ઞાયક જણાય છે? “હા.' ભલે આનંદનું વેદન ન હોય પણ વિશેષમાં, જ્ઞાન ઉપયોગમાં સામાન્ય જ્ઞાયક જ મને જણાય છે; કારણ કે સામાન્યનું વિશેષ તેની જાતનું જ છે. અને તે સામાન્યને જાહેર કરે છે. તેથી પ્રયોગ કરીને મને મારો ભગવાન આત્મા જ્ઞાયક જ જણાય છે તેમ નક્કી કરવાનું છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com