________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૬
જાણનારો જણાય છે
૮૮૧
( જ્ઞાયકભાવ પુસ્તક) ચોખ્ખા શબ્દ છે. પણ જાણનારની પર્યાયને તેણે જાણી છે એટલે જાણનારો એવો આત્મા આત્માની અવસ્થાને એ જાણે છે. પુદગલની અવસ્થાને નથી જાણતો. એટલે રાગને જાણતો નથી. રાગ જણાય છે. (પ્રતિભાસે છે, છતાં ગૌણ છે. હર હાલતમાં દરેક વખતે “જાણનાર જણાય છે,” એમ કહે છે. શેયાકાર અવસ્થામાં પણ “જાણનાર જણાય છે.” અને સ્વરૂપને જાણવાની પ્રવૃત્તિ શરૂ થઈ અંદર નિર્વિકલ્પ ધ્યાનમાં ત્યારે “ જાણનાર જણાય છે. ” સવિકલ્પ કે નિર્વિકલ્પમાં “જાણનારો જ જણાયા કરે છે.” એટલે તો સંવર નિર્જરા ચાલુ છે. સંવર નિર્જરા એટલા માટે ચાલુ છે કેઃ “જાણનારો જણાય રહ્યો છે.” ભેદજ્ઞાન એટલા માટે છે કે “જાણનારો જણાય રહ્યો છે.”
૮૮૨ વિશેષને જાણવાનો પક્ષ છૂટયો; સામાન્ય તેજ હું છું. સામાન્યનો પક્ષ એવો આવ્યો તે પણ હજુ છે વિકલ્પમાં. હું જ્ઞાયક છું, હું શુદ્ધ છું, અભેદ છું એ સામાન્યનો પક્ષ પણ અનુભવમાં છૂટી જાય છે. વ્યવહારનો નિષેધ વીર્યવાન જ કરી શકે છે.
૮૮૩
નિમિત્ત નથી જણાતું એમાં નૈમિત્તિક પર્યાય નથી જણાતી એ પણ એમાં આવી ગયું, “સીધું જાણનારો જણાય છે” એમ આવ્યું. નિમિત્ત નહીં નૈમિત્તિક પર્યાય જણાય છે એ વચ્ચે એક સ્ટેપ આવ્યું. તન્ન સ્થળમાં પડેલાને એ સ્ટેપ આપવું પડે છે. બાકી નિમિત્ત નથી જણાતું એમ કહેતાં “જાણનાર જ જણાય છે” એમ સીધું આવી જાય છે.
૮૮૪ શેય જણાય છે એવો સ્વીકાર કરનાર દુર્બુદ્ધિ! “જાણનાર જણાય છે.” એમ તને કેમ ભાસતું નથી? આંધળો છો ? દેખનારને દેખતો નથી. શયને જાણવું અને જ્ઞાન કે જ્ઞાનીને ન જાણવું એ એક આશ્ચર્યની વાત છે.
૮૮૫
“જાણનારો જણાય છે” એવો જે આશ્રિત ભેદ તે છૂટી જશે. કેમકે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com