________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes
જાણનારો જણાય છે
૧૯૪
તો એ સમયે સમ્યકજ્ઞાન રહી શકે જ નહીં. સભ્યજ્ઞાનનો અભાવ થઈ જાય. પણ સવિકલ્પ દશામાં કે નિર્વિકલ્પ દશામાં ચોવીસે કલાક જાણનાર જણાયા જ કરે છે.” એમાં ઉપયોગને પરિણતી એવા ભેદનું કોઈ કામ નથી. પણ નિરંતર જણાયા જ કરે છે.
66
૮૭૩
કાપડની દુકાને બેઠાં બેઠાં કાપડ બતાવતા આ કાપડ જણાય છે; કે મારું જ્ઞાન જણાય છે? કે જ્ઞાયક જણાય છે? બસ. બસ, એટલામાં તો કાપડ કાપડમાં રહી જાય અને ત્યાં ને ત્યાં નિર્વિકલ્પ અનુભવ થઈ જાય. અને પછી બહાર નીકળીને તમે ઘેર જાઓ અને નાના ભાઈને કહો કે આજે ભવનો અંત આવી ગયો. પણ શું? તમે સ્વાધ્યાય તો કરતા ન હતા, અને કાંઈ શાસ્ત્ર તો હાથમાં ન હતું. પણ... ઉપયોગમાં સમયસાર હતું. કાપડ જણાતું હતું ત્યાં સુધી અન ઉપયોગ હતો. અને જ્યાં આ કાપડ જણાતું નથી જાણનાર જણાય છે. બસ ત્યાંથી લક્ષ છૂટી જાય છે. અને કોઈને ખબર ન પડે.
૮૭૪
“ જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાય છે.” સવિકલ્પ દશા છે. પ્રતિમાજી બિરાજમાન છે. સામે દર્શન કરે છે. એક ઉપયોગનો છેડો અંદરમાં અને બીજો ઇન્દ્રિયજ્ઞાનનો છેડો બહારમાં છે. એક ઉપયોગના બે છેડા છે. એ વખતે જ્ઞેયાકાર અવસ્થામાં શેય જણાય છે કે: “ જાણનાર જણાય છે.” આહા! “ જાણનાર જણાય છે.” એમ ન હોય તો નિર્જરા ન હોય. નિર્જરા થાય છે. સાધકને જાણનાર જણાય છે માટે.
૮૭૫
શેયને જાણવાના કાળે શેય જણાય તો જ્ઞાયક ગયો હાથમાંથી. હવે શેયને જાણવાનો કાળ છે ત્યારે પણ “ જાણનારો જણાય છે.” એ કહેવા માગે છે.
૮૭૬
જ્ઞાનમાં જે પર પદાર્થ શૈયો છે એ જણાય છે છતાં તેને જાણે છે એમ કહેવું તે વ્યવહાર છે. જ્ઞાન એને જાણતું નથી. જ્ઞાન તો જ્ઞાનને જ જાણે છે. કે: જે જ્ઞાનની પર્યાયમાં જાણનારો જણાય રહ્યો છે. જાણનારો જણાઈ રહ્યો છે ત્યારે તો એને જ્ઞાનની પર્યાય કહેવાય, જો જાણનાર જ એને જ્ઞાનની પર્યાયમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com