________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes
પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૧૯૩
જ્ઞાન રહી જશે. જે જ્ઞાનમાં એકલું ૫૨ શેય પ્રસિદ્ધ થાય, અને જે જ્ઞાનમાં જ્ઞાયક તિરોભૂત થાય છે તે જ્ઞાન નથી. “ ‘જાણનાર જણાય છે” તેમાં આવી જા ને !! પ્રથમ જાણનારો જણાય છે તેટલો ભેદ હોય છે પછી તે નીકળી જાય છે. અનુભવ પહેલાં ગુણગુણીનો ભેદ સંમત છે. તેનાથી દૂર જવાનું નથી તે પણ અનુભવનાં કાળે છૂટી જાય છે.
૮૬૯
66
66
પર્યાયથી રહિત છું તેવી શ્રદ્ધા થતાં; પર્યાયથી સહિત છું તેવું જ્ઞાન સાથે સાથે થાય છે, ત્યારે અનુભવ થાય છે. “હું જ્ઞાનમય છું” તે તો વિકલ્પ છે. પણ જ્ઞાનમય થઈને જ્ઞાનમય છું તે અનુભૂતિના કાળે થઈ જાય છે. તેના માટે જાણનાર જ જણાય છે.” તે પ્રયત્ન કરવાનો છે. જે જ્ઞાન આત્માને છોડીને પરને જાણવા જાય છે તે અપરાધ છે.
૮૭૦
જ્ઞાયક પલટાતો નથી તેથી જ્ઞાન પણ પલટાતું નથી. પણ પર્યાય ઉત્પાદ્-વ્યયના સ્વભાવ વાળી છે. સમયે સમયે જાણનારો વિના પુરુષાર્થે જણાય રહ્યો છે. પણ તેનો સમયે સમયે નિષેધ કરે છે. તેનો સ્વીકાર કરે તો તેમાં અનંતો પુરુષાર્થ રહેલો છે. મારા જ્ઞાનમાં ભગવાન આત્મા જણાય રહ્યો છે. તેવા પરોક્ષ અનુમાન જ્ઞાનમાં ‘હા' તો પાડ. સર્વજ્ઞ ભગવાનની વાણી ન્યાય યુક્ત છે.
૮૭૧
શેયાકાર અવસ્થા એટલે જ્ઞેયોને જાણવાના કાળમાં શું જણાય છે? શેય જણાય છે? કે જ્ઞાયક જણાય છે? તો કહે છે જ્ઞાયક જ જણાય છે. સવિકલ્પ દશામાં જ્ઞાયક જણાય છે તો કહે ‘હા' જ્ઞાયક જણાય છે.
શેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો તે સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં જ્ઞાયક છે. એમાં તો કોઈ ને પ્રશ્ન છે જ નહીં. પણ... શેયને જાણતી વખતે શૈય જણાય છે કે “ જાણનાર જણાય છે” મર્મ ત્યાં છે.
૮૭૨
શેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો, જ્ઞેયનાં જાણના૨૫ણે જણાયો એમ નહીં. ઉપયોગ જે બહાર છે તે આત્માનો નથી. અંત્તરનો ઉપયોગ છે તે આત્માનો છે. અને જો જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે ન જણાતો હોય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com