________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes
પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૧૯૧
અને એ સામર્થ્ય પ્રત્યેક જીવમાં છે. પણ એને શ્રદ્ધામાં પોતાના સામર્થ્યનો વિશ્વાસ જ નથી આવતો કેઃ મારું સામર્થ્ય અત્યારે પ્રગટ થઈ રહ્યું છે. મારો ભગવાન આત્મા મને જણાય રહ્યો છે. મને બીજું કાંઈ જણાતું નથી, એમ શ્રદ્ધાનમાં નથી આવતું. મને ૫૨ જણાય છે એમ શ્રદ્ધામાં આવે છે. એટલે બહિર્મુખ દષ્ટિ રહી ગઈ. ઉપયોગ અભિમુખ થાય જ નહીં.
૮૬૨
આ બાળગોપાળ સૌ ખરેખર જાણનારને જ જાણે છે. રાગને જાણે છે, સ્વપ૨ને જાણે છે એમ લીધું નથી. પણ... જાણનારને જ જાણે છે. સમ્યક્ એકાંતમાં લઈ ગયા. એવું વસ્તુનું સ્વરૂપ જ છે. અનાદિ અનંત આવું જ છે. આમાં ભાગલા નથી કે: જ્ઞાનીને આત્મા જણાય અને અજ્ઞાનીને દેહ જણાય.
k
બાળગોપાળ સૌને શબ્દ વાપર્યો છે ને? ખરેખર આવી સ્થિતિ ભજેલી છે તો સ્વીકાર કરી લે. પર્યાયનું સામર્થ્ય ખ્યાલમાં નથી આવતું કે આ “જાણનારો જ જણાય છે.” એવું મારી જ પર્યાયનું સામર્થ્ય છે. વ્યક્ત અવ્યક્તને પ્રસિદ્ધ કરે છે. ઉત્પાદ્ ધ્રુવને પ્રસિદ્ધ કરે છે. એમ એની શ્રદ્ધામાં પોતાના સામર્થ્યનો વિશ્વાસ નથી આવતો કે: “ જાણનારો જણાય છે.” એમ એને શ્રદ્ધામાં નથી આવતું.
૮૬૩
અજ્ઞાનીની શ્રદ્ધામાં એમ આવે છે કે ૫૨ જણાય છે. ૫૨ને કરું છું ને ૫૨ને જાણું છું... આ વિષય કષાયની પ્રવૃત્તિ છે, અને તેમાં પ્રવર્તે છે. અત્યારે “ જાણનારો જણાય છે. પણ તેને ખ્યાલમાં આવતું નથી. તારી શ્રદ્ધામાં એ જ આવતું નથી એટલે તું મિથ્યાદષ્ટિ રહી ગયો, એમ કહે છે. તારી શ્રદ્ધામાં જ્યારે જાણનાર જ જણાય છે ” એમ આવશે ત્યારે સમ્યક્દર્શન થઈ જશે. એટલી જ વાર છે પણ તું શ્રદ્ધતો નથી.
66
99
૮૬૪
જીવનું ચેતના લક્ષણ છે કે જેનાં દ્વારા જ અનુમાનમાં આવે છે અને એ જ લક્ષણ દ્વારા અનુભવમાં આવે છે. પહેલાં અનુમાન કરે છે અને પછી અનુભવ થાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com