________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૧૮૯ બંધ થઈ જાય છે, ક્ષય થતો નથી. અને નવા અતીન્દ્રિય જ્ઞાનમાં આત્માના દર્શન થાય છે. આમ સ્વપ૨ પ્રકાશકમાંથી સ્વપ્રકાશકમાં આત્માનાં દર્શન થાય. સ્વ૫ર પ્રકાશકમાં ન થાય. સ્વપ્રકાશક નિશ્ચય છે અને સ્વપર પ્રકાશક વ્યવહાર છે.
૮૫૭
અનંતકાળથી પરને જાણું છું તો જ્ઞાન પણ ન થયું ને સુખ પણ ન થયું. ઇન્દ્રિયજ્ઞાનમાં જ્ઞાન પણ ન થાય ને સુખ પણ ન થાય. એવો વિચાર કરતાં ભેદજ્ઞાન કરે છે.
જિજ્ઞાસા:- એક સમય જ મળે છે તો એક સમયમાં પાછું વળી શકાય કે નહીં?
સમાધાન- હોં! પાછું વળી શકાય સો ટકા પાછો વળે છે. અને આત્માનો અનુભવ કરી લ્ય છે. અનંતકાળથી તો સમુચ્યપણે... પરંતુ સમયે સમયે પર સન્મુખ થાય છે. એક સમયે પરસમ્મુખ. પછી બીજા સમયે પરસન્મુખ પછી ત્રીજા સમયે પરસન્મુખ.... પણ પછીના સમયે સ્વસમ્મુખ થઈ શકે છે. પર સન્મુખ થયો તે તો વિભાવ છે. ટળી જવાનો ને!
પ્રશ્ન મજાનો છે. જેમ અનંતકાળ સંસારમાં કાઢયો તેમ અનંતકાળ હવે પાછો આત્માના દર્શનમાં કાઢવો પડશે? કહે! “ના.' પંદર દિવસ કાઢવા પડશે? કેઃ “નહીં.' એક સમય. “ જાણનાર જણાય છે મને પર જણાતું નથી” નિષેધ આવ્યો છું પરનો ! અને વિધિમાં આવ્યો છું! ને ડૂબકી મારી શું !! ને અનુભવ થયો શું !! એક સમયનું જ કામ છે. મિથ્યાત્વ કેટલો સમય? એક સમયનો છે. બીજા સમયે અનુભવ થઈ જાય છે.
૮૫૮ જ્ઞાતાને કર્તા માની બેઠો છે ત્યાં સુધી સંસાર છે. જે 'દિ જ્ઞાતા ભાવમાં આવશે.. તે' દિ સંસારનો અંત આવશે ખલાસ. તતક્ષણ અનુભવ થાય છે. તત્ક્ષણ અકર્તાના બળે કર્તબુદ્ધિ છૂટી ને જ્ઞાયકમાં ઉપયોગ આવી જાય છે. “અકર્તા છું એવો હું જ્ઞાયક છું.” એવો જ્ઞાયક જ જણાય છે. “ જાણનાર જ જણાય છે બસ” જાણનારો તે જ હું છું. પછી સિદ્ધ ભગવાન પોતે પોતાને જાણ્યા કરે છે સાદિ અનંત કાળ. ઉપયોગ બહાર નીકળ્યો નથી. ઉપયોગ શેયથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com