________________
૧૮૮
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાણનારો જણાય છે અને મારો આત્મા મને જણાયા કરે છે. પરિણામ મારા કર્યા વિના થયા કરે છે તો કર્તા બુદ્ધિ જશે, જ્ઞાતાબુદ્ધિ જશે ને સાક્ષાત અકર્તા થઈ જશે.
૮૫૫
સૂર્યનું દષ્ટાંત રાખીને; સ્વપર પ્રકાશકમાં આવી જાય. અને સ્વપરા પ્રકાશકમાં પરની પ્રસિદ્ધિ રોકી ઘો, અને સ્વની પ્રસિદ્ધિ કરો. બસ એટલી જ વાત છે. બીજું કાંઈ નથી.
અપર પ્રકાશક ક્યારે માન્યું કહેવાય? તમે સ્વપ્રકાશકમાં જાવ ત્યારે સ્વપર પ્રકાશક માન્યું કહેવાય. એકલો હું પરને જાણું છું તે મિથ્યાત્વ છે. તેને અપર પ્રકાશકની ક્યાં ખબર છે! સૂર્યના પ્રકાશ વખતે મકાન દેખાતું નથી, એકલો સૂર્ય દેખાય છે. એમ જ્ઞાનમાં સ્વપર-પ્રકાશક વખતે મને દેહ જણાતો જ નથી. એકલો જાણનાર જણાય છે. ત્યારે એને અનુભવ થશે.
અનુભવ થયા પછી દેહને કેમ જાણે છે? આંખનો ઉઘાડ તેને જાણે છે હું તેને જાણતો નથી. અનુભવ દ્વારા પરને જાણવાનો નિષેધ આવ્યો તે આવ્યો જ. ખતમ થઈ ગઈ વાત. દેહ મારો છે તેમ સ્વપ્નમાં તો આવતું નથી, પણ હું દેહને જાણું છું તેમ પણ આવતું નથી. આ મંત્ર લઈને જાઓ ઈદોરમાં અને તેની સાધના કરો.
૮૫૬
જિજ્ઞાસા:- સ્વ૫ર પ્રકાશકમાંથી સ્વપ્રકાશક કેમ કાઢવું?
સમાધાનઃ- જેમ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુમાંથી પર્યાયનો નિષેધ કરી દ્રવ્યનો પક્ષ આવ્યો તેમ જ્ઞાનનાં સ્વપર પ્રકાશકમાંથી સ્વપ્રકાશક કાઢે છે. જેમ દ્રવ્ય-પર્યાયરૂપ વસ્તુમાં વિધિ-નિષેધથી દષ્ટિનો વિષય આપ્યો; તેમ જ્ઞાનની પર્યાયમાં પણ સ્વાર પ્રકાશક પ્રમાણ છે. તેમાં પણ હું પરને જાણતો જ નથી, જાણનાર જ મને જણાય છે, તેમ થોડો ટાઈમ વિધિનિષેધનાં વિકલ્પ રહે છે. હવે વિષય ફર્યો.
હું પરને જાણતો જ નથી. “જાણનાર જ જણાય છે.” તેમ થોડીક વાર; થોડીક સેકંડ. વિધિ-નિષેધ કરતાં કરતાં નિષેધનો વિકલ્પ છૂટે છે. “મને તો જાણનાર જણાય છે” તે વિધિનો વિકલ્પ ઊઠે છે. ઉપયોગમાં આવ્યું કે “જાણનાર જણાય છે” ત્યારે થોડીક વાર ઇન્દ્રિયજ્ઞાનનો વ્યાપાર કામચલાઉ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com