________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૬
જાણનારો જણાય છે (પરને) જાણું છું....! આને જાણું છું...! તો આત્મા જાણવાનો રહી ગયો. અને ઇન્દ્રિયજ્ઞાન પ્રગટ થયું તો તે સાધન દ્વારા આત્માની બિલકુલ પ્રાપ્તિ થતી જ નથી.
હવે મારા જ્ઞાન દ્વારા હું પરને જાણતો જ નથી, અને “જાણનાર જ જણાય છે” એમ જ્યાં અંદરમાં જાય છે તો સાધ્ય અને સાધન એક જાતનું થઈ ગયું. જ્ઞાન સાધન અને જ્ઞાયક સાધ્ય એમ કરવું જોઈએ તેને બદલે અનંતકાળથી ઊંધું કર્યું છે. આ મોટામાં મોટી ભૂલ છે. અપર પ્રકાશકમાં પણ એણે પરપ્રકાશકને પકડયું છે, અને સ્વપ્રકાશકને ઉડાડયું છે.
૮૫૩
જિજ્ઞાસા:- મુઝે જાનનહાર હી જાનને મેં આ રહા હૈ ઐસા પક્ષ મેં આયા... ફિર જાનહારકી તરફ ગયા.. ફિર પક્ષાતિક્રાંત કી ક્યા વિધિ હૈ? યે વિકલ્પ તૂટને કી ક્યા વિધિ હૈ?
સમાધાનઃ- જેટલું જોર “હું જાણનાર છું” એનું આવવું જોઈએ તેટલું જોર હજુ આવતું નથી. અને બીજું શું છે તેમાં કે પરને હું નથી જાણતો જેટલો જોરથી નિષેધ આવવો જોઈએ તે નથી આવતો. ઠીક છે કથંચિત્ તો જાણે છે ને ! તેવો અંદરમાં વ્યવહારનો પક્ષ થોડો રહે છે તો પરિણતી અંદર નિશ્ચયની તરફ ઝૂકતી, ઢળતી નથી. નિશ્ચયનું જોર નથી આવતું તે પોતાની ખામી છે. સૂત્ર તો બરાબર છે. બાળગોપાળ સૌને ભગવાન આત્મા જાણવામાં આવે છે.
જિજ્ઞાસા:- વિકલ્પ મેં જોર પકડતા હૈ યે...!
સમાધાન - વિકલ્પ હી નહીં આતા હૈ આતા હૈ? ઔર જબ જ્ઞાયક કા જોર આતા હૈ, વિચાર આતા હૈ.. વિકલ્પ નહીં હું માનસિક પર્યાય, વો વિચાર માનસિક પર્યાય હૈ. વિકલ્પ નહીં લેના! વિકલ્પકા ક્યા કામ હૈ. જ્ઞાન લો ને. સભી કો જાણનાર હી જાનને મેં આતા હૈ, મેરે કો ભી. યે પક્ષ ભી નહીં હૈ, જિસકો પક્ષ આતા હૈ, યે પક્ષ કો આગે નહીં કરતા હૈ. પક્ષ આતા હૈ જરૂર. પક્ષ આને કે બાદ અંતમુહૂર્ત મેં યા તો થોડા ટાઈમ કે બાદ અવશ્ય અનુભવ હોતા હૈ. વો કોલ કરાર હોતા હૈ. મગર પક્ષવાલા પક્ષકો આગે કરતા નહીં હૈ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com