________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes
જાણનારો જણાય છે
૧૯૦
શેયાન્તર થતો નથી જરાય.
૮૫૯
હવે સ્વપર પ્રકાશકમાં પણ કથંચિત્ છે. સ્વપ્રકાશક તો ઉપાદેયની મુખ્યતાથી છે. જ્ઞાનનો ધર્મ સ્વપ્રકાશક જ છે તે ઉપાદેયની મુખ્યતા છે. હવે નિર્વિકલ્પ ધ્યાનમાં જ્યારે એનો ઉપયોગ અભિમુખ થયો છે ત્યારે નિશ્ચય સ્વપર પ્રકાશક પ્રગટ થાય છે.
જિજ્ઞાસાઃ- અમારું સ્વપર પ્રકાશક આવશે કે નહીં?
સમાધાનઃ- અત્યાર સુધી તેં સ્વપર પ્રકાશકની વાત સાંભળી હતી ને તે અજ્ઞાન છે. નિશ્ચય વિના વ્યવહા૨ ન હોય. જ્ઞાન આનંદને જાણે છે ત્યારે આનંદની પર્યાયની સન્મુખ થયા વિના જ જ્ઞાન આનંદને જાણી લ્યે છે. તેને નિશ્ચય સ્વપર પ્રકાશક કહેવાય છે. જ્ઞાન જ્ઞાનની અપેક્ષાએ સ્વ અને જ્ઞાનમાં શ્રદ્ધા, ચારિત્ર, આનંદ તે બધા ગુણો પણ ઝળકે છે. એટલે નિર્વિકલ્પ ધ્યાનમાં નિશ્ચયથી સ્વપર પ્રકાશક ઉદય પામે છે અને પછી બહાર આવે છે ત્યારે વ્યવહાર સ્વપર પ્રકાશક હોય છે. “ જાણનારો પણ જણાય છે અને દેવ-ગુરુ પણ જણાય છે.” હવે તે વ્યવહાર સ્વપર પ્રકાશક કહેવાય છે. વ્યવહારમાં પર આવે છે. નિશ્ચય સ્વપર પ્રકાશકમાં ૫૨ ન આવે.
૮૬૦
આ રાગ છે, આ પુસ્તક છે, આ વાણી છે, એમ એનું જોર ૫૨માં જાય છે. એની શ્રદ્ધામાં પોતાનાં સામર્થ્યનો વિશ્વાસ જ આવતો નથી કે મારી જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય જ એવું છે કે જ્ઞાયક જ મારા જ્ઞાનમાં જણાય છે. પેલું પુસ્તક આદિ તો શૈય છે. પેલું તો ત્રણે કાળે છે... છે... ને છે. પણ જાણનાર જણાય છે” એવું સામર્થ્ય એની પર્યાયમાં પ્રગટ થઈ ગયેલું છે. એની શ્રદ્ધામાં પોતાના સામર્થ્યનો વિશ્વાસ જ આવતો નથી. કેઃ મારી શ્રદ્ધાજ્ઞાનની પર્યાયમાં જાણનારો જણાય રહ્યો છે. જ્ઞાયક જણાય છે એમ એને વિશ્વાસ જ આવતો નથી.
66
૮૬૧
દીવાના પ્રકાશમાં પ્રકાશકને પ્રસિદ્ધ કરે, કરે ને; કરે એવું સામર્થ્ય પર્યાયમાં છે. એક સમયની પ્રકાશની પર્યાયમાં બાળગોપાળ સૌને “ જાણનાર જણાય છે. જાણનાર જણાય છે” એવું સામર્થ્ય પર્યાયમાં પ્રગટ થઈ ગયું છે.
99
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
66