________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૨
જાણનારો જણાય છે અનુમાન નિર્ણયને સિદ્ધ કરે છે. “હું તો જ્ઞાનમય છું.” અનુમાનમાં જે જાણનારો જણાયો તે જ હું છું એ જ અનુમાન. કેટલીક વાતો એવી છે કે... સમજી ગયા !! એનું નામ જ અનુમાન.
૮૬૫ સવિકલ્પ દશામાં તો ખરેખર જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે. “જાણનાર જણાય છે.” આ અપૂર્વ અને ઊંચી ગાથા છે, છેલ્લી વાત છે. ચેતના લક્ષણથી જણાય છે, જણાશે એમ નથી લખ્યું, જણાય છે. એટલે લક્ષ અને લક્ષણ અભેદ છે. એટલે લક્ષણથી લક્ષ ભિન્ન નથી.
૮૬૬
જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે. એટલો વિકલ્પ ઊઠ્યો તે જૂઠો છે. એટલે તેમાં આત્માનો અનુભવ નથી. આહાહા ! જ્ઞાન રાગને કરે તે વિકલ્પ તો જૂઠો, જ્ઞાનની પર્યાય જ્ઞાનની પર્યાયને જાણે એ વિકલ્પ પણ જૂઠો, જ્ઞાનની પર્યાય જીવ વસ્તુને જાણે એ વિકલ્પ પણ જૂઠો, આહાહા ! પરાકાષ્ટા છે. આ જ લીટીમાં બાર અંગનો સાર છે. વસ્તુ સ્વરૂપ વિચારતાં એટલો વિકલ્પ પણ જૂઠો છે... કેટલો વિકલ્પ ? કે જીવવસ્તુ ચેતનાલક્ષણથી જીવને જાણે છે. “ જાણનારો જણાય છે” એ વિકલ્પ પણ જૂઠો છે. એમાં અનુભવ નથી. પણ... “ જાણનારો તે જ હું છું” એમાં અનુભવ થાય એમ વિશેષતા છે.
૮૬૭ ધ્યેય વિના જ્ઞય થઈ શકતું જ નથી. ધ્યેય સામાન્ય આત્મા થાય પછી ધ્યેયપૂર્વક શેય” થાય છે. પર જણાતું નથી પણ જ્ઞાયક જ જણાય છે. પરને જાણવાની રુચિ કાયમ રાખે છે તેને પ્રત્યક્ષ જ્ઞાન થાય નહીં. “જાણનારો જણાય છે તેનો ધસારો અંદરમાં છે, વિચારમાં ભેદ છે. પણ તે ભેદમાં અટકતો નથી, અભેદમાં ચાલ્યો જાય છે. પરિણતી તૈયાર થઈ ગઈ છે. જ્ઞાની કહે છે તે સીધું અંદરમાં ઝીલી લે તેવી સંધિ છે.
૮૬૮ જે જ્ઞાનમાં દિવ્ય ધ્વનિ જણાય છે તે જ્ઞાનની ઉપાધિ છે. તે ઉપાધિને દૂર કર. શેયનાં સંબંધવાળું જ્ઞાન રાખે છે. શયનો સંબંધ તોડી નાખ તેથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com