________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૧૫૩ બંધને કરતો નથી, મોક્ષને કરતો નથી. કેમકે પર્યાય તેના સ્વકાળે “થવા યોગ્ય થાય છે.” આ કર્તા બુદ્ધિ ટાળવાનો મહામંત્ર છે. આ સર્વજ્ઞ પરમાત્માની દિવ્ય ધ્વનિમાંથી આવેલો મહામંત્ર છે. “થવા યોગ્ય થાય છે અને જાણનારો જણાયા કરે છે.” પોતાના પરિણામ કે પરનાં પરિણામ “થવા યોગ્ય થયા કરે છે, અને “જાણનારો જણાય છે.” એકવાર જાણનારો જણાય છે પછી જાણનારો જણાયા જ કરે છે. એક વખત જાણનારો જણાય તો સમ્યકદર્શન. પછી જાણનારો જણાયા કરે તો ચારિત્ર છે. એ વાત છે.
૭૩૧
જાણનારનો જાણનાર હોવાથી જ્ઞાતા છું, તે મિથ્યા એકાંત નથી. આ તો સ્વભાવ છે. અને સ્વભાવમાં એકાંત જ હોય છે.
૭૩ર જાણનાર જ જાણવામાં આવી રહ્યો છે તે ત્રિકાળ સ્વભાવ બતાવ્યો. અને આવા સ્વભાવનો સ્વીકાર તેમાં અનુભવની વિધિ બતાવી.
૭૩૩
પરિણામના પક્ષમાં વિકલ્પ છે. દ્રવ્યના પક્ષમાં પણ વિકલ્પ છે. મધ્યસ્થ નથી થતો ઈ.! તો શું કરવું હવે? “જ્ઞાયકભાવ હું છું” એમ જ્યાં ઉપયોગ અંદરમાં જોડાઈ ગયો. ત્યાં દ્રવ્યનો જે પક્ષ હતો એકાંતનો તે નીકળી ગયો, અને પરિણામનો પક્ષ પણ નીકળી જાય છે; અને પરિણામ દ્રવ્યરૂપે થઈ જાય છે. દ્રવ્યમયી થઈ જાય છે. અનન્ય થાય છે. ત્યારે એને એ પ્રકારનો વિકલ્પ છૂટીને પક્ષપાત છૂટી અને ઈ. પરિણામમાં અનુભવ છે. ભેદથી એમ કહેવાય કે પરિણામમાં અનુભવ છે. ઈ... જુદી વાત છે. પરિણામનો પક્ષ હતો તેમાં તો અનુભવ ન થાય, પણ એકલા દ્રવ્યના પક્ષમાં પણ અનુભવ ન થાય. ત્યારે હવે શું કરવું? પક્ષપાત છોડી દે અને દ્રવ્ય સામાન્યની અંદર આવી જા.
મને તો જ્ઞાયક જણાય છે. “મને તો જાણનાર જણાય છે. તો તે પરિણામ પોતે પરિણામ ન રહેતાં તે પરિણામનું નામ પરિણામી થઈ જાય છે.
૭૩૪ લક્ષણ પ્રગટ છે. પ્રગટ લક્ષણમાં બધાને આત્મા અનુભવમાં આવે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com