________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૨
જાણનારો જણાય છે
८४४ પરમાર્થ પ્રતિક્રમણમાં કર્તાનો વ્યવહાર છોડાવવા માટે અકર્તાનો સહારો લીધો અને તેનો જ્ઞાતા નથી તેનો નિષેધ કરવા માટે જ્ઞાયકનો જ્ઞાતા છું. “ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને ભાવું છું.” બન્ને વાત છે. એક વાત સૂક્ષ્મ અવ્યક્ત છે. જ્ઞાતા શેયનો વ્યવહાર અવ્યક્ત છે એમાં આવી જાય છે.
ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને ભાવું છું.” મને તો મારો ભગવાન જણાય છે. “જાણનારો જણાય છે” તે આવ્યું ને? “જાણનારો જણાય છે માટે ઉપચારથી કર્તા નથી ને “જાણનારો જણાય છે” માટે પરિણામનો જ્ઞાતા નથી. અકર્તામાં કર્તાનો ઉપચાર જાય છે, અને “જાણનારો જણાય છે” તેમાં જ્ઞાતાનો ઉપચાર જાય છે.
૮૪૫
કર્તાના ઉપચારમાંથી અકર્તામાં આવ્યો તો દ્રવ્યના નિશ્ચયમાં આવ્યો. અને ચૈતન્યનાં વિકાસ સ્વરૂપ આત્માને જાણું છું તો પર્યાયના નિશ્ચયમાં આવી ગયો. તેને ઉપચારથી જાણતો નથી. હું પરિણામને જાણતો નથી. નિશ્ચય મોક્ષમાર્ગનાં પરિણામ તેનો જાણનાર તે ઉપચાર છે, અને કરનાર તે પણ ઉપચાર છે. ઉપચાર તે દોષ છે પણ ગુણ નથી.
૮૪૬ જીવની યોગ્યતા અને ગુરુનો ઉપદેશ મળે કે ભાઈ ! તારો સ્વભાવ પરને જાણવાનો નથી. પરને જાણવાથી તને જ્ઞાન પણ નહીં થાય અને સુખ પણ નહીં થાય અને જ્ઞાન તો તારું છે, આત્માનું છે તો તું અંદર જઈને આત્માને જાણ ને ! તો જે સમયે સમયે ઇન્દ્રિયજ્ઞાન ઉત્પન્ન થતું હતું તે હવે એક સમય એવો આવ્યો કે તેણે પરને જાણવાનો નિષેધ કરી દીધો કે, હું પરને જાણતો જ નથી. આટલા જોરથી નિષેધ કર્યો તો કે તે જ સમયે ઇન્દ્રિયજ્ઞાન રોકાઈ ગયું. ક્ષય નથી થતું પણ રોકાય જાય છે. અને
જાણનારો જણાય છે” તો પાંચમાં સમયમાં ચાર સમય તો ચાલ્યા ગયા... ફેઈલ થઈ ગયા, પાંચમા સમયે તે ઉપયોગ અંદરમાં આવી ગયો.
જાણનાર જણાય તો તે ઉપયોગ જે સામાન્ય હતો તે કન્વર્ટ થઈ ગયો. અને અતીન્દ્રિયજ્ઞાન તેનું નામ પામ્યું. હવે ઉપયોગ આખેઆખો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com