________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૦
જાણનારો જણાય છે
૮૩૮ એક શાયકભાવ છું” એ દષ્ટિનો વિષય છે ને? પછી શાયકભાવ છું તેમ જાણવામાં આવ્યું તે જ્ઞાનનો વિષય થઈ જાય છે. પણ ઓલા દષ્ટિના વિષયમાં એક વિશેષણ એક જ્ઞાયકભાવ છું.” પ્રમત્ત અપ્રમત્ત નથી નિષેધ કર્યો. પછી જ્યાં જાણનારો જણાયો ત્યાં જાણનારો તે હું અને જણાયો તે હું. જ્ઞાયક જ છું જ્ઞાત તે તો તે જ છે બસ.
૮૩૯
દ્રવ્યના નિશ્ચયપૂર્વકનો વ્યવહાર અને જ્ઞાનની પર્યાયના નિશ્ચયપૂર્વકનો વ્યવહાર પ્રગટ થાય છે. સાધકને પણ.... જ્યાં સુધી હું આ પરને જાણું છું એવો પક્ષ તે અજ્ઞાન છે. “જાણનાર જણાય છે” એ અભેદ થાય ત્યારે જ્ઞાનની પર્યાયનો નિશ્ચય પ્રગટ થાય છે આ સેટિકામાં વાત છે.
८४० જે જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કર્યો છે તેવા આત્માને જાણ. નિર્ણય થઈ ગયો છે. અનુભવ કેમ થાય? અને અનુભવમાં શું ડખલ આવે છે? અને તેને કેમ દૂર કરવી તે પણ બતાવે છે.
પર પ્રસિદ્ધિનાં કારણો જે ઇન્દ્રિય અને મન દ્વારા પ્રવર્તતી બુદ્ધિઓને, તે બધી મર્યાદામાં લાવીને કે મને પર જણાતું નથી, “જાણનાર જણાય છે.” આ સૂત્રની વ્યાખ્યા છે. આમાં બાર અંગનો સાર છે. બન્ને વાત આવી ગઈ. “જાણનાર છું અને જાણનાર જણાય છે.” ખરેખર પરને જાણતો નથી માટે પરને જાણવું બંધ કરી દે !! એમ કહે છે. પહેલાં હું પરને જાણું છું તે અટક અનુભવમાં બાધક હતી, તેને છોડાવે છે. આત્માને જાણીશ તો આત્માનો અનુભવ થશે તેમ નથી લીધું. કારણ કે એને એમ શ્રદ્ધાનમાં છે કેઃ હું પરને જાણું છું, એ મિથ્યા શ્રદ્ધા છોડી દે કે પર જણાતું નથી. અને પરને પ્રસિદ્ધ કરે છે તે ઇન્દ્રિયજ્ઞાન છે. આત્મા પરને પ્રસિદ્ધ નથી કરતો.
૮૪૧
આ આત્મા સમયે સમયે જ્ઞાનથી ચુત થતો હતો. પરને મારું માની ચુત થયો હતો તે જ્ઞાનમાં જ આવી મળે છે. જ્ઞાન જ્ઞાનમાંથી શ્રુત થયું હતું તે ઇન્દ્રિયજ્ઞાન પાછું બહાર ભટકતું હતું તે આવી મળે છે મૂળ સ્થાનમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com