________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૧૮૩ અતીન્દ્રિયજ્ઞાનમયી નથી થયો; જો આખેઆખો અતીન્દ્રિયજ્ઞાનમયી થઈ જાય તો તો કેવળજ્ઞાન થઈ જાય. એવું થતું નથી. અત્યારે તો મતિશ્રુત છે તે અંશે અભિમુખ થયું છે. હવે થોડું ઇન્દ્રિયજ્ઞાન પણ રહી ગયું છે. નિર્વિકલ્પ ધ્યાનમાં લબ્ધરૂપ ઇન્દ્રિયજ્ઞાન રહે છે; ક્ષય થતો નથી.
૮૪૭ પરને જાણવાનું બંધ કરો અને સ્વને જુઓ. જ્યાં સુધી અંદરમાં એમ પડયું છે કે આત્મા પરનો જાણનારો છે, એવા અસદ્દભૂત વ્યવહારનો પક્ષ છે, અને જ્યાં સુધી તેનો નિષેધ નહીં આવે ત્યાં સુધી ઉપયોગ અભિમુખ નહીં થાય.
જ્યાં જ્ઞય સ્થાપ્યું છે ત્યાં જ ઉપયોગ જશે. ઉપયોગ એટલે ઇન્દ્રિયજ્ઞાનનો ઉપયોગ. આત્માના ઉપયોગની વાત નથી. આહા! વ્યવહારના નિષેધ વિના નિશ્ચયનો પક્ષ આવતો નથી, તો પક્ષીતિક્રાંત ક્યાંથી થાય! એકાંત થઈ જશે તો? પરને જાણતો નથી આત્મા અને “જાણનાર જણાય છે તો એકાંત થઈ જશે. અમને ઇષ્ટ છે. સમ્યક એકાંત થઈ જશે.
८४८
હું જાણનાર છું; હું કરનાર નથી. કઈ ક્રિયાનો કરનાર નથી તેવા ક્રિયાના કોઈ વિભાજન જ નથી પાડયા. બંધનો કરનાર નથી અને મોક્ષનો કરનાર છું તેમ નથી. આ તો કેવળીનું પેટ છે ખરેખર હોં!! અને આખી બન્ને વાત આવરી લીધી છે.
જાણનાર છે ને કરનાર નથી, પછી “જાણનાર જણાય છે ને ખરેખર પર જણાતું નથી.” બન્ને કર્તબુદ્ધિ અને જ્ઞાતાબુદ્ધિનો નાશ એમાં કર્યો છે. સૂત્રમાં ઈ.. બેય વાક્યો તો અપૂર્વ છે, અમૃત જેવાં છે. આ જૈન દર્શનનું મૂળ છે, નિચોડ છે. પંચમ આરાના છેડા સુધી આ તત્ત્વ ટકશે. પહેલાં પર કરતો હતો ને હવે પરને કરવાનું છોડું છું તેમ નથી.
૮૪૯
અંદર હતું તે બહાર આવ્યું છે. ઘણાં વર્ષોથી ઘુંટાતું હતું. આ બે વાત તો ઘણાં વર્ષોથી કહું છું. મુંબઈ જતો હતો ત્યારે ટ્રેનના ડબ્બામાં આ પ્રેમચંદજીને કહ્યું કે તમને “જાણનાર જણાય છે, પર જણાતું નથી.” મુંબઈ જઈને પ્લેટફોર્મ ઉપર કહ્યું કે પંકજ! “જાણનાર જણાય છે.” (વાહ! પ્રભુ ! સાચી વાત છે.)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com