________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૨
જાણનારો જણાય છે ખસેડી આત્મામાં લગાવ. બસ પોતાનો ઉપયોગ વળી જાય છે. પરને જાણવામાં તો ઉપયોગ લગાવવો પડે. આ તો પોતાનો ઉપયોગ પોતાને સહજ જાણી લે છે. જે હાથને જાણે તે શું પોતાના શરીરને ન જાણે? તેમ જ્ઞાન પરને જાણે તે પોતાને કેમ ન જાણે ?
૭૭૬
પરને જાણવાનું સર્વથા બંધ કર. અને આ જાણનાર જાણવામાં આવી રહ્યો છે તેને આનંદપૂર્વક જાણ.
અનાદિથી કર્મકૃત રાગાદિ અને દેહાદિ પણ પ્રતિભાસે છે. રાગાદિ કર્મનાં લક્ષ, કર્મના આશ્રયે થાય છે; માટે કર્મનાં પરિણામ છે. રાગ પરાશ્રિત છે. ઉપયોગ આત્માશ્રિત છે. હવે કર્મનાં પરિણામ જ્ઞાનમાં પ્રતિભાસે છે; ત્યારે “હું જાણનાર છું” જાણનાર.... જાણનાર જાણનાર. એમ એને ભૂલે છે. “હું કરનાર નથી.” કરે બીજો પુદ્ગલ અને માને કે હું કરું છું. હાથ હલે છે તેને કોણે હલાવ્યો? આત્માએ હલાવ્યો કે પુદ્ગલે?
જેમ આ (હાથ હલવાની ક્રિયા પુદ્ગલની છે તેમ સુખદુઃખ કર્મનાં પરિણામ છે. કરે છે પુગલ અને જણાય છે જ્ઞાનમાં. તે કર્મનું કાર્ય જ્યારે જ્ઞાનમાં પ્રતિભાસે ત્યારે “જાણનારો જણાય છે. ”
૭૭૮ એક વાર અતીન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું તે તો સમયે સમયે ઉત્પાદુ ધ્રુવને પ્રસિદ્ધ કરીને ઊપજે છે. તેમજ ધ્રુવને પ્રસિદ્ધ કરીને જ વ્યય થાય છે. અતીન્દ્રિય જ્ઞાનની અવસ્થા પ્રગટ થઈ ગઈ. સવિકલ્પ દશામાં પરિણતી છે, બહિર્લક્ષી દશામાં ઈન્દ્રિયજ્ઞાન પણ પ્રગટ થયું છે. દેવ, ગુરુ, શાસ્ત્ર પણ જણાય છે, અને એના લક્ષવાળો રાગ પણ થાય છે, એમ પણ જણાય છે. “છે' થાય છે, એ પણ જણાય છે. કરે છે તે જણાય છે તેમ નથી. થાય છે તે જણાય છે કે જાણનાર જણાય છે?” શૈયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાય છે.
૭૭૯ જાણનારપણે જણાયો. અનુભવના કાળે જણાયો પછી ચાંદીની થાળીમાં જમે તે મિથ્યાષ્ટિને ચામડાની આંખે જણાય એવું નથી. ભાવ ઇન્દ્રિય ચામડાનો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com