________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes
જાણનારો જણાય છે
૧૬૦
એ મારો અપરાધ થયો. અકારક-અવેદક એવો આત્મા જાણનાર મને જણાય છે” એમ જ્યાં અંતર્દૃષ્ટિ કરી ત્યાં અનુભવ થાય છે. પછી એ પર્યાયને કરે છે એમ કહેવું ઉપચાર, અને પર્યાયને જાણે છે તેમ કહેવું તે પણ ઉપચાર છે.
66
૭૬૬
શેયાકાર અવસ્થામાં શેયને જાણવાના કાળે પણ જ્ઞાયક જ જણાય છે. જ્ઞાયક જણાય છે ત્યારે કહે છે કે: જ્ઞેયને જાણવાનાં કાળે જ્ઞાયક જ જણાય છે. પર નથી જણાતું પરંતુ જ્ઞાન જણાય છે. ૫૨ જણાય છે ત્યારે “જાણનારો જ જણાય છે.” ભેદથી જ્ઞાન જણાય છે તેમ કહેવાય છે. અને અભેદથી કહીએ તો જ્ઞાયક જ જણાય છે.
૭૬૭
t
66
શેયનાં જાણવાનાં કાળે “જાણનારો જણાય છે.” ઊંઘમાં પણ “જાણનારો જણાય છે.” સાપેક્ષ જ્ઞાનને લ્યો તો તેમાં પણ જાણનાર જણાય છે.” અને નિરપેક્ષ જ્ઞાન લ્યો તો તેમાં પણ જાણનાર જણાય છે. ” જાણે છે તો જ્ઞાન જ્ઞાનને જ, પરંતુ ઉપચારથી કહેવાય કે ૫૨ જણાય છે. જ્ઞાનના પર્યાયને સાધક જાણે છે તે અનુપચાર છે.
૭૬૮
જિજ્ઞાસાઃ- અમારે ક્યાંથી શરૂઆત કરવી ?
સમાધાનઃ- પ્રથમ આત્માને જાણવો. ઉપયોગમાં જાણનાર જણાય છે તેને જાણવો. ત્યાંથી શરૂઆત કરવી.
૭૬૯
આત્મા તો કેવળ જ્ઞાતા જ છે. કર્તા નથી આત્માને જાણતાં, જાણતાં (બારમી ગાથા ) પર્યાયને જ્ઞેયપણે જાણે છે ને!? દ્રવ્યથી જુદા પરિણામ થાય છે. દ્રવ્યને પરિણામ અડતાં નથી. અભેદને જાણતાં જાણતાં ભેદને જાણે છે. ઈ... જે ભેદને જાણે છે તે સવિકલ્પ છે.
મને તો જાણનાર જણાય છે; મને તો જાણનાર જણાય છે. પરિણામ પરદ્રવ્ય છે તેથી મને જણાતાં નથી. હૈં? પરિણામ પદ્રવ્ય છે? જણાતાં નથી. ફરીથી અંદ૨માં વયો જાય છે. આવી સાધકની સ્થિતિનું વર્ણન સાધક લખે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com