________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updařes
જાણનારો જણાય છે
૧૬૬
પાપ શું છે? તેનો ઊંડાણથી વિચાર કરવાનો ટાઈમ પણ મળતો નથી. ઓલો ટાઈમ મળે છે.
ચારિત્રનો દોષ જગતને પ્રસિદ્ધ છે. પણ આ મિથ્યાત્વનો દોષ તે ઘરનો છૂપો ચોર છે. આ મિથ્યાત્વને પોતે જાણતો નથી અને બીજા પણ ન જાણે. ઓમાં તો બહારની મન, વચનની ક્રિયાથી ખબર પડે કે શુભ યોગમાં છે કે અશુભ યોગમાં છે. દુકાને બેઠો હોય તો તે પાપમાં છે. ભગવાનની પૂજામાં બેઠો હોય તો પુણ્યમાં છે... ઈ... તો ખબર પડી જાય. પણ ભગવાનની પૂજા કરતી વખતે પુણ્યનો કરનાર હું છું ને પુણ્યથી મને ધર્મ થાય તેવો મિથ્યાત્વનો ભાવ તેનો વિચાર કો'ક કરે છે. તો શું અમારે ન કરવું? કરવા ન કરવાનો પ્રશ્ન જ નથી. તત્ત્વનું સ્વરૂપ શું છે તે સમજાવે છે. કરવા ન કરવાનો અહીંઆ પ્રશ્ન ક્યાં છે? એના કાળે બધું થયા કરે છે ને જાણનારો જણાયા કરે છે.
૭૯૭
66 જાણનારો જણાય છે” એ વિશ્વાસ આવવો જોઈએ. અને વિશ્વાસની સાથે સાથે પરને નથી જાણતો તે નિષેધ આવવો જોઈએ. હું ૫૨ને જાણું છું એ શલ્ય છે. તે શલ્ય રાખીને અસ્તિથી લ્યે છે “જાણનાર જણાય છે” તો નહીં જણાય. એ નિશ્ચય વડે વ્યવહારનો નિષેધ કરવો જોઈએ.
แ
૭૯૮
દીપકની અવસ્થા તો એક જ છે. તેના બે ભેદ કર્યા, ઘડાને પ્રકાશનારી અવસ્થા તેમજ દીપકને પ્રકાશનારી અવસ્થા એક તેનાં નિમિત્ત બે છે. દીપકની અવસ્થા એક જ છે તેના બે ભેદ કર્યા. ઘડાને પ્રસિદ્ધ કરનારી અવસ્થા તેમ જ દીપકને પ્રસિદ્ધ કરનારી અવસ્થા.
દીપકની શીખાને પ્રકાશ પ્રસિદ્ધ કરે તો પણ દીપક છે. ઘડાને પ્રસિદ્ધ કરે તો પણ દીપક છે. તેમાં કાંઈ ફેર પડતો નથી. એમ આ આત્મામાં પર પદાર્થ જણાય કે આત્મા જણાય ત્યારે જાણનાર જણાય છે.” જાણનારો માટે પોતે કર્તા, પોતે જણાયો માટે પોતે કર્મ. નિર્વિકલ્પ ધ્યાનમાં હો કે સવિકલ્પ દશામાં હો... બન્ને અવસ્થા લેવી.
સવિકલ્પ દશામાં પણ જ્ઞાનનું જ્ઞાન પોતાના આત્માને જાણતું જ પ્રગટ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com