________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૪
જાણનારો જણાય છે
૭૮૫ “જાણનાર જણાય છે” અને જણાયો એમાં પરિણામી થાય છે. પણ એ પરિણમનમાં એકલો “જાણનારો જ જણાય છે.” પરિણામમાં પરિણામી જણાતો જ નથી. પરિણામીમાં અપરિણામી જણાય છે.
૭૮૬
જ્ઞાનીને નિશ્ચયપૂર્વક વ્યવહાર છે. અજ્ઞાનીને વ્યવહારનો પક્ષ છે. વ્યવહાર નથી. સવિકલ્પ વ્યવહાર ઇન્દ્રિયજ્ઞાનનો વિષય છે. સાધકનો નિશ્ચય અતીન્દ્રિય ગ્રાહ્ય છે. “ જાણનારો જણાય છે” એ પક્ષ વિના, પરને જાણતો નથી એમ નિષેધ કરે તો નિશ્ચયાભાસી થઈ જાય છે.
જાણનારો જણાય છે” એ રૂપે પરિણમે નહીં અને વ્યવહારનો નિષેધ કરે એ તો નિશ્ચયાભાસી છે. વ્યવહારનો નિષેધ શા માટે છે? અંદરમાં જવા માટે છે.
૭૮૭
શેય જ્ઞાનને પ્રસિદ્ધ કરે છે એ સની પરાકાષ્ટા છે. ચારે બાજુથી સમયે સમયે જ્ઞાનની પ્રસિદ્ધિ થાય છે. સમયસારજીશાસ્ત્રની ૬ઠ્ઠી ગાથામાં કહ્યું કે જ્ઞયાકાર અવસ્થામાં-સવિકલ્પમાં; “ જાણનારો જણાય છે.” ય જણાય છે એમ ન લીધું. શેયનાં જાણવાના કાળે જ્ઞાયક જ જણાય છે ને સ્વને જાણતી વખતે જ્ઞાયક જ જણાય છે.
७८८ પરને હું જાણતો નથી, એક વાર નિષેધ તો કર! અને “જાણનારો જણાય છે” એવા સવિકલ્પ પક્ષમાં તો આવ! તો સમકિત થઈ ગયું તેમ ભાવિ નૈગમનયે; દ્રવ્યનિક્ષેપે કહી દીધું. ખરેખર તો જ્ઞાનીને જ નય નિક્ષેપ લાગુ પડે છે. પણ અપ્રતિહત ભાવે ઊપડેલાને નૈગમ નયે કહી દીધું.
સવિકલ્પના પક્ષમાં આવતાં કેવી મજા આવે છે એ તો જો! પક્ષીતિક્રાંતમાં તો શું આનંદની વાત કરવી.
૭૮૯ નીચે રેતી ઉપર સૂરજ તેથી પાણી જેવું લાગે. જેમ મૃગલાને મૃગજળની ભ્રાંતિ થાય છે. તેમ આ બાજુ ચમકતો સૂરજ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com