________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes
પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૧૬૩
સંબંધ કરીને પ્રગટ થાય છે. માટે ઈ... ચામડું જ છે. તે જડ અને અચેતન છે ઇન્દ્રિયજ્ઞાન.
માટે જે જ્ઞાયકપણે જણાયો તે જણાયા જ કરે છે. પછી જણાવાનું છૂટી જાય ? કે જણાયા કરે? પહેલાં સમયે જણાયો ત્યારે સંવર પ્રગટ થઈ ગયો. પછી જણાયા કરે છે, માટે નિર્જરા છે. શું કહ્યું? પહેલાં સમયે જણાયો ત્યારે હું તો જાણનાર, જાણનાર છું. હું તો પરમાત્મા છું. પછી જ્ઞાન જાણ્યા જ કરે છે, માટે શુદ્ધિની વૃદ્ધિરૂપ નિર્જરા થયા જ કરે છે.
પછી સવિકલ્પ દશા હો કે નિર્વિકલ્પ દશા હો! પછી “ જાણનાર જણાયા જ કરે છે. જ્ઞાનની પર્યાય એક છે પણ તેનાં મોઢા બે છે. સાધક ને બે મોઢા છે. એક અંત્તરમુખ જ્ઞાન બીજું બહિર્મુખ જ્ઞાન છે.
,,
७८०
મૂળ પાયાની વાત; જાણનાર છું અને તે જ જણાય છે; આ જો ખ્યાલમાં આવે તો બધો જ રસ્તો મળે તેવું છે.
૭૮૧
મારા જ્ઞાનમાં જાણનાર તન્મયપણે નિરંતર જણાય રહ્યો છે માટે મારું નામ જ્ઞાતા છે. આ... હા... હા...! ત્યાં તો સાક્ષાત જ્ઞાતા થઈ જાય છે.
૭૮૨
“ જાણનારો જણાય છે.”
(૧) પરોક્ષ અનુભૂતિ ઝે
(૨) પ્રત્યક્ષ અનુભૂતિ - “જાણનારો જણાય છે.” અરે! જ્ઞાનની પર્યાયના સ્વપ્રકાશકના પક્ષમાં જો આવશે ને તો સ્વપ્રકાશક થઈ જશે.
૭૮૩
પરને નથી જાણતો તેમાં જાણનાર જાણવામાં આવી જ જાય છે. જીવો ૫૨ને જાણવાનો નિષેધ નથી કરતા, પરંતુ પરને જાણવાનાં નિષેધમાં જાણનારનું જાણવું ઓટોમેટિક આવી જાય છે. નિષેધ છે તે વિધિ રૂપ છે. નાસ્તિ છે તે અસ્તિરૂપ છે.
૭૮૪
હું ૫૨ને જાણું છું એવી જે માન્યતા છે તે વિચાર પણ નથી આવવા દેતી કે: “ જાણનાર જણાય છે.” જાણવામાં તો આવે છે. પણ જાણતો નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com