________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૩
પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત વ્યવહારનય છે.
પ્રમત્ત અપ્રમત્તનો જાણનાર છે, પણ કરનાર નથી. પરણેયને જાણે ત્યારે પણ “જાણનાર જ જણાય છે”, તેને આત્માનો અનુભવ કહેવાય છે. શેયને જાણતાં જાણનારો જ જણાય છે. તે રીતે આત્મા જણાય છે અને તે જણાય કેમ? તે પ્રશ્નનો ઉત્તર આપ્યો.
૮૧૯
દેવ, ગુરુ, શાસ્ત્ર જણાય ત્યારે પણ આત્મા જ જણાય છે. અનુભવ પછી આ સ્થિતિ હોય છે. પરયને જાણતાં પણ આત્મા જણાય છે, તેવી ધૂન લાગી જવી જોઈએ તો વ્યવહારના પક્ષથી થોડો ઢીલો પડે તો નિશ્ચયના પક્ષમાં આવશે. શિષ્યને કહે છે કે શુદ્ધાત્માને જાણીને ધારણામાં રાખવાનો નથી. પણ અનુભવ કરવાનો છે. જે શુદ્ધાત્મા ચૌદ ગુણસ્થાનથી ભિન્ન છે. ચૌદ ગુણસ્થાન પણ પુદ્ગલનાં પરિણામ છે.
“જાણનાર જ જણાય છે.” ઊર્ધ્વપણે “જાણનાર જ જણાય છે.” આ... છે.. આ... છે... તેમ આવે છે પણ હું નથી તેમ આવે છે. પણ હું છું તો આ છે તેમ પહેલાં પોતાનું અસ્તિત્વ આવી જવું જોઈએ. જ્ઞાનીઓ કહે છે કે સ્વપરને જાણતી વખતે “જાણનાર જ જણાય છે.”
૮૨૦ સમયસારની ૧૩મી ગાથા ભૂલીશ મા; નહીંતર પર્યાયનો કર્તા પર્યાય હોવા છતાં, “હું તેનો કર્તા છું એવી તને ભ્રાંતિ અનંતકાળની રહી જશે. ભૂતાર્થનયથી એને તું જાણ ! પર્યાય થવા યોગ્ય થાય છે; અને “ જાણનારો જણાયા” કરે છે.
૮૨૧
જ્ઞાન શાયકને જાણે છે અને જ્ઞાયક જ્ઞાનમાં જણાય છે એવો ભેદરૂપ વ્યવહાર પણ છે. અને અભેદરૂપ નિશ્ચય પણ છે. જ્ઞાયક શેય થઈને જ્ઞાનમાં જણાય અને જ્ઞાન શાયકને જાણે એવો ભેદરૂપ વ્યવહાર અનાદિનો છે. અને અનુભવ થાય તો એ ભેદ ટળીને અભેદપણે પણ અનુભવ એ જ પ્રકારે થાય છે.
સવિકલ્પમાં એમ જાણવું કેઃ “જ્ઞાનમાં જાણનાર જણાય છે.” તે વિકલ્પ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com