________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૬
જાણનારો જણાય છે જાણવારૂપે પરિણમ્યો કે નહીં? પોતે પોતાને જાણવારૂપે પરિણમ્યો તો પરને જાણવાનું બંધ થઈ ગયું, ત્યારે અનુભવ થાય છે.
૮૨૮
તે સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં જ્ઞાયક જ છે. દીવાની જેમ કર્તાકર્મપણાનું અનન્યપણું હોવાથી; જ્ઞાયક જ છે. હવે ભાવાર્થ કર્તા પંડિતજી ખુલાસો કરે છે. પોતે જાણનારો માટે કર્તા, સ્વતંત્રપણે કરે તે કર્તા; “પોતાને જાણો', જો અહીંઆ શેયને જાણ્યું તે કાઢી નાખ્યું. કારણ કે જાણતો જ નથી ને !? શેયો પ્રતિભાસે છે ત્યારે આત્માને જાણે છે. એટલે એને જાણે છે ઈ. વાત છે જ નહીં, એ તો કથનમાત્ર છે. એને જાણે છે તેવો ભાવ નથી. એને જાણે છે તેમ આદિ, મધ્ય, અંતમાં છે નહીં. શેયને ક્યારેય જાણતો નથી. જ્ઞયાકાર અવસ્થામાં જાણતો નથી તો સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં તો ક્યાંથી જાણે? આમાં તો સમુદ્ર ભર્યો છે. ભાવલિંગી સંતોએ ઊંડાણના જે ભાવો વચનાતીત છે તેને વચનમાં લાવી દીધાં છે.
૮૨૯
બાળગોપાળ સૌને ભગવાન આત્મા અનુભવમાં આવે છે. શેયાકાર અવસ્થામાં શેય નથી જણાતું પણ જ્ઞાયક જણાય છે. હવે જેને જ્ઞાયક જણાય છે તે પરોક્ષમાં આવી ગયો છે. એમાં પણ હજુ પરોક્ષ છે. રાગ જણાય તો તો અજ્ઞાનમાં ગયું અને પ્રત્યક્ષમાંથી અને પરોક્ષમાંથી પણ ગયો પણ રાગ જણાતો જ નથી, મારા જ્ઞાનમાં “જાણનારો જણાય છે” તેમ લે ને !!
૮૩૦
અગ્નિ લાકડાંને બાળે છે તેમ કહેવાય છે, પણ લાકડાંને બાળતો નથી. આત્મા પરને જાણે છે તેમ કહેવાય છે, પણ આત્મા પરને જાણતો નથી. જો અગ્નિ લાકડાંને બાળે તો આત્મા પરને જાણે. અત્યાર સુધી કોઈ અગ્નિએ લાકડાને બાળ્યા જ નથી. અત્યાર સુધી કોઈ આત્માએ પરને જાણ્યું જ નથી. એને ખરેખર તો જાણનાર જણાય છે, પણ ઈ ભૂલી જાય છે.
૮૩૧ પ્રભુ! તમે સાંભળો ! જામનગરનાં વીરજીભાઈ કહેતા “થાંભલો જણાતો નથી”. જાણનાર જણાય છે.” લાલુભાઈ ! “જાણનાર જણાય છે.”
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com